હળવદમાં રોટરી કલબ દ્વારા રવિવારે ફિઝીયોથેરેપી સારવાર કેમ્પ

- text


નિદાન સારવાર સાથે દિવ્યાંગોને વિનામૂલ્યે સાધનોનું વિતરણ પણ કરાશે 

હળવદ : હળવદમાં રોટરી કલબ દ્વારા આગામી રવિવારે ફિઝીયોથેરેપી નિદાન, સારવાર તથા સાધન સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કેમ્પમાં નિદાન સારવાર ઉપરાંત વિવિધ પ્રકારના સાધનોનું વિનામૂલ્યે વીતરણ કરવામાં આવશે.

રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા આગામી રવિવારના રોજ સવારે ૧૦ થી ૧ શરણેસ્વર મહાદેવ મંદિર તળાવ કાંઠે, હળવદ ખાતે ફિઝીયોથેરેપી નિદાન, સારવાર તથા સાધન સહાય કેમ્પ યોજાશે.કેમ્પમાં વોકર, બગલઘોડી ,સ્ટીક ,કસરતના સાધનો,કુત્રિમ પગ, કેલીપર્સ વિનામૂલ્યે આપવામાં આવશે. તેમજ બાળલકવો, પોલિયો, ગરદન, પગ, કમર, ખભા, સાયટીકા, સાંધા વગેરે દુખાવા, આર્થરાઈટીસ, ફેસિયલપાલ્સી, હાડકાના ઓપરેશન પછીની સારવાર, નિદાન અને જરૂરી સાધનો નિઃશુલ્ક આપવામાં આવશે.

કેમ્પ દરમિયાન નિદાન પછી ઓર્થોપેડિક સર્જરીની જરૂર જણાય તો અપંગ માનવ મંડળ, અમદાવાદ દ્વારા વિનામૂલ્યે સર્જરી કરાવી આપવામાં આવશે.આ કેમ્પ નો લાભ કોઈપણ જિલ્લા કે તાલુકાના તમામ વર્ગના લોકો લઈ શકે છે. સાથે કોઈપણ જાતના કાગળો, આઇ. ડી.પ્રુફ કે સર્ટિફિકેટ લાવવાની જરૂરત કે ઝંઝટ રહેશે નહીં.

- text

નામ નોંધણી માટે રોટરી કલબ ઓફ હળવદના નરભેરામભાઈ અઘારા મો.નં. ૯૪૨૬૯૨૨૦૫૫તથા રાજેન્દ્રસિંહ રાણા મો.નં.૯૪૨૯૧૧૧૧૧૧નો ઉપર સંપર્ક કરવાનો રહેશે.

અપંગ માનવ મંડળ- અમદાવાદ, ભારત સેવક સમાજ -ગુજરાત, ભારત સેવક સમાજ-સુરેન્દ્રનગર તેમજ રોટરી કલબ ઓફ હળવદ ના સહયોગ થી યોજાનાર કેમ્પનો લાભ લેવા દર્દીઓ તથા દિવ્યાંગોને અનુરોધ કરવામાં આવ્યો છે.

- text