મોરબીના હરિપર કેરાળા નજીક ફેકટરીમાં પ્લાયનો થપ્પો માથે પડતા શ્રમિક યુવતીનું મોત

- text


મોરબી:મોરબીના હરિપર કેરાળા નજીક આવેલી એક ફેકટરીમાં કામ કરતી વેળાએ પ્લાયનો જથ્થો માથે પડતા શ્રમિક યુવતીનું મોત નિપજયુ હતું. પોલીસે આ બનાવની નોંધ લઈને આગળની તાપસ હાથ ધરી છે.

- text

મોરબીના હરિપર કેરાળા નજીક આવેલી સનપાર્ટીકલ બોર્ડ નામની ફેકટરીમાં અકસ્માતે યુવતીનું મોત થયું હતું. ફેકટરીમાં સુનીતાબેન ભરતભાઈ માલી નામની યુવતી કામ કરતી હતી તે વેળાએ પ્લાયનો થપ્પો તેની ઉપર પડતા ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત થયું હતું તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે

- text