મોરબી જિલ્લા કલેક્ટર આઈ.કે.પટેલને ભાવભીની વિદાય આપતું પ્રાથમિક શિક્ષક સંઘ

- text


મોરબી : મોરબી જિલ્લાના વહીવટી કામોની જવાબદારી સુપેરે સાંભળનાર તેમજ અનેક વખત પોતાના નિર્ણયોમાં સંવેદનશીલતાનો પરચો આપી ભારે લોકચાહના મેળવનાર કલેકટર આઈ.કે.પટેલની ખેડા કલેક્ટર તરીકે બદલી થતા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ -મોરબી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ પરિવાર દ્વારા કલેક્ટરનો વિદાય સમારોહ યોજાયો હતો.

- text

આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ મણિલાલ સરડવા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન ગુલામભાઈ એ.પરાસરા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભાવેશભાઈ એન. દવે, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શૈલેષભાઈ બી.સાણજા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર કાર્યાધ્યક્ષ રમેશભાઈ એસ.જાકાસણીયા, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી ઈસુબભાઈ એ.પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ જીલુભાઈ, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કોષાધ્યક્ષ ચંદુભાઈ એમ.કાનાણી તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યાલય મંત્રી શૈલેષભાઈ ઝાલરિયા ઉપસ્થિત રહયાં અને કલેકટર આઈ.કે.પટેલને વિદાયમાન શુભેચ્છા પાઠવી હતી.આ પ્રસંગે કલેકટર તરફથી જિલ્લાના પ્રાથમિક શિક્ષણ પરિવાર તરફથી મળેલ સહકાર બદલ તમામ શિક્ષકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text