મોરબીમાં કવિ સંમેલન યોજાયુ : શહેરની સાંપ્રત સમસ્યાઓ પર કવિઓના ચાબખા

- text


ટ્રાફિક, રઝળતા ઢોરો અને વાયુ પ્રદુષણ જેવી સમસ્યાઓને કવિતામાં આવરી લીધી

મોરબી : તાજેતરમાં જિલ્લા બનેલા મોરબીમાં લોકોને અનેક સમસ્યાઓ સતાવી રહી છે ત્યારે મોરબીની સાંપ્રત સમસ્યાઓનો પડઘો મોરબીમાં યોજાયેલ કવિ સંમેલનમાં પડ્યો હતો કવિઓએ મોરબીની ટ્રાફિક, રઝળતા ઢોર અને વાયુ પ્રદુષણની સમસ્યાઓને કવિતા સ્વરૂપે આબેહૂબ વર્ણવી હતી.

મોરબીના વાઘપરામાં આવેલા ગાયત્રી મંદિરે સિનિયર સિટીઝન સંસ્થા દ્વારા કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કવિ કાયમ અલી હજારી, જનાર્દન દવે, નિશીશ સોની, સંજય બાયોદરિયા અને પંકજ ભટ્ટે કવિતા ના વિવિધ સ્વરૂપોમાં મોરબીની સમસ્યાઓને રજૂ કરી હતી.આ કવિઓએ પોતાની ચોટદાર કવિતાઓમાં મોરબીની ટ્રાફિક સમસ્યા રસ્તા પર રઝળતાં ઢોરના અડીંગા તથા ધૂળના પ્રદૂષણને આવરી લેવામાં આવી હતી.

- text

આ ઉપરાંત કવિઓએ અન્ય વિષયોને મુગ્ધભાવે રજૂ કરીને શ્રાવકોને રસાસ્વાદ કરાવ્યો હતો. આ કવિ સંમેલનમાં મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકોએ ઉપસ્થિત રહીને કવિ સંમેલનને મન ભરીને માણ્યો હતો. કવિ સંમેલનને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ પ્રવિણભાઈ મહેતા, પ્રમુખ રમણભાઈ મહેતા અને મંત્રી ડો.બી.કે. લહેરુને ભારે જહેમત ઊઠાવી હતી.

- text