મોરબીમાં પેવર બ્લોકના કામમાં ભ્રષ્ટાચાર : વિપક્ષી નેતાનો ધડાકો

- text


પ્રજાને નરી આંખે દેખાતો ગેરવહીવટ તંત્રને કેમ નથી દેખાતો તેવો સો મણનો પ્રશ્ન ઉઠાવતા કે.પી.ભાગીયા

મોરબી: મોરબીના રવાપર રોડ પર આવેલા એવન્યુ પાર્ક પાસે પેવર બ્લોકના કામમાં ગેરરીતિ થતી હોવાનો વિપક્ષી નેતા આક્ષેપ કર્યો છે. તેઓએ આ ગેરવહીવટ પ્રજાને દેખાતો હોય તો શાસનને કેમ નથી દેખાતો તેઓ અણિયારો સવાલ પણ ઉઠાવ્યો હતો.

મોરબી નગર પાલિકાના વિપક્ષી નેતા કે.પી.ભાગીયાએ જણાવ્યું હતું કે મોરબીના રવાપર રોડ પર આવેલા એવન્યુ પાર્કમાં ગેઇટ સામે આશરે ત્રણ માસ પૂર્વે પેવર બ્લોકનું કામ થયું હતું.ગેરરીતી પ્રકાશમાં આવતા પેવરબ્લોક ની જાળવણી માટે કોન્ટ્રાક્ટ થયો હોવા છતાં ફક્ત ત્રણ માસમાં બ્લોકના કોઈ સાંયોગિક પુરાવા ન રહે તે માટે રાતોરાત રેતી, માટી અને પેવરબ્લોક ટ્રેક્ટરમાં ભરી અન્ય સ્થળે ખસેડી દેવાયા છે.

- text

વધુમાં તેઓએ જણાવ્યું કે માર્ચ એન્ડના માં કામ પૂરું થયેલું બતાવ્યું છે ફરી નાણાંકીય વર્ષમાં આ જગ્યાએ નવી ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે. એવન્યુ પાર્ક સામેના રોડ પર વપરાયેલી રેતી અને પેવર બ્લોક ફરી અન્ય જગ્યાએ વાપરવામાં આવશે. અને રિસાઈકલિંગ કરવામાં આવશે. બાદમાં મોરબીના નગરજનોએ કલ્પના પણ નહીં કરી હોય તે રીતે ખોટા હિસાબો રજૂ કરી દેવામાં આવશે. જોકે આ વહીવટ પ્રજાને નરી આંખે દેખાય છે ત્યારે શાસકોને કેમ દેખાતો નથી તે એક મોટો પ્રશ્ન છે. તેવા આક્ષેપો કર્યા હતા.

- text