ટંકારા સેલ્ફ ફાયનાન્સ સ્કુલ એસો.ને ધારાસભ્યને આવેદન આપ્યું

- text


મેડિકલ કોલેજમાં ગુજરાત ડોમિસાઈલને એડમિશન આપવાની માંગ

ટંકારા : ટંકારા તાલુકા સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ એસોસીએશનના પ્રમુખ યોગેશભાઈ ઘેટીયા તથા સર્વે સંચાલકો તેમજ ધો.૧૨ સાયન્સ ના વિદ્યાર્થીના વાલી તરીકે આર્ય સમાજ ટંકારા ના વ્યવસ્થાપક રામદેવજી શાસ્ત્રીજી દ્વારા ટંકારા-પડધરી ના ધારાસભ્ય લલિતભાઈ કગથરા ને આવેદનપત્ર આપી ગુજરાતની મેડિકલ કોલેજમાં ગુજરાત ડોમીસાઇલ ને એડમીશન આપવાની માંગ કરી છે.

ડોમીસાઇલ વ્યાખ્યા એવી છે કે જે વિદ્યાર્થીએ ધોરણ ૮ થી ૧૨સુધીનો અભ્યાસ ગુજરાત માં કરેલો હોવો જોઇએ તેવા વિદ્યાર્થીને મેડીકલ માં એડમીશન આપવામાં આવે જેથી ગુજરાત ના વિદ્યાર્થીઓ ને અન્યાય ન થાય અને બીજા રાજ્યમાં એડમિશન માટે જવું ના પડે , જેમ બીજા રાજયો માં આવો કાયદો છે , તેવી જ રીતે ગુજરાતમાં પણ આવો કાયદો વિધાનસભા માં પસાર કરવાની માંગ કરી છે.

- text

- text