મોરબીમાં ખેડૂતોને ટેકાના ભાવે ખરીદાયેલ મગફળીના નાણા ચુકવવાની માંગ

- text


માર્કેટીંગ યાર્ડના ચેરમેનની મુખ્યમંત્રીને રજુઆત: તાત્કાલિક નાણા ચુકવવાની માંગ

મોરબી: મોરબીમા અગાઉ ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી હતી. જેના નાણા આજ દિન સુધી ચુકવવામાં આવ્યા નથી. ત્યારે ખેડૂતોને તાકીદે નાણાની ચુકવણી કરવામાં આવે તેવી માંગ સાથે માર્કેટીંગ યાર્ડના ચેરમેને મુખ્યમંત્રીને રજુઆત કરી હતી.

મોરબી માર્કેટીંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયાએ રજુઆતમાં જણાવ્યું હતુકે મોરબી, મિયાણા અને ટંકારા આમ ત્રણ તાલુકા વચ્ચે મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે લખતર ખેત ઉત્પાદન ખરીદ વેચાણ સહકારી મંડળી લી.દ્વારા મગફળીનું કેન્દ્ર ચાલુ હતું.જેમાં સરકાર દ્વારા નવેમ્બર અને ડિસેમ્બર માસમાં મગફળીની ખરીદી કરવામાં આવી હતી.જેના નાણા ખેડૂતોના ખાતામાં આજ દિન સુધી જમા થયા નથી.

- text

ખેડૂતોને હાલમાં બેંકો તેમજ સરકારી મંડળીઓમાં ધિરાણ ભરવાનો સમય હોવાથી તાત્કાલિક રૂપિયાની જરૂરિયાત છે.આ ધિરાણ સમય મર્યાદામાં પૂર્ણ નહીં થાય તો ખેડૂતોને વ્યાજ ભરવું પડશે.ખેડુતો બાકી નાણા મેળવવા સેન્ટર તથા એ.પી.એમ.સી.માં ધક્કા ખાઈ રહ્યા છે.ત્યારે ખેડૂતોને તેના પાકના નાણા તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.

- text