મોરબીના ઉમિયા સર્કલ પાસેથી વાહન ચોર ઝડપાયો

- text


મોરબી સીટી એ ડિવિઝન વિસ્તારમાં કરી હતી વાહન ચોરી

મોરબી : મોરબીના ઉમિયા સર્કલ પાસેથી મોરબી સીટી એ ડીવીજન પોલીસે વાહન ચોરી કરનાર શખ્સને ઝડપી પાડ્યો હતો. અગાઉ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ શખ્સે વાહન ચોરી કરી હોય તે ગુનાનો પોલીસે ભેદ ઉકેલી શખ્સને ઝડપ્યો હતો.

પ્રાપ્ત થતી વિગત મુજબ પોલીસ કોન્સ્ટેબલ અજીતસિંહ લક્ષ્મણસિંહ, શક્તિસિંહ લખધીરસિંહ અને રણજિતસિંહ ઉમેદસિંહને મળેલી બાતમીના આધારે ઉમિયા સર્કલ પાસેથી વાહન ચોરીના ગુનામાં સંકળાયેલા આરોપી શૈલેષભાઇ પ્રેમજીભાઈ ચૌહાણ ઉ.વ.૪૦ રહે સોંપડા વાળાને ચોરાઉ બાઈક કી. રૂ.૧૫ હજાર સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. આ શખ્સે અગાઉ મોરબી સીટીએ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહનની ચોરી કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

 

- text