કચ્છમાં ભૂકંપ: મોરબીની ધરા પણ ધ્રુજી

- text


મોરબી: કચ્છમાં આજે વહેલી સવારે ૪ વાગ્યે ભૂકંપના ૨ આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૭ અને ૩.૫ જેટલી માપવામાં આવી હતી. આ ભૂકંપના આંચકાથી મોરબીની ધરા ધ્રુજી ઉઠી હતી.

કચ્છમાં આજે વહેલી સવારે આવેલા ભૂકંપની અસર સૌરાષ્ટ્રમાં પણ જોવા મળી હતી. ભૂકંપનું કેન્દ્ર બિંદૂ ભચાઉથી ૨૬ કિમી દૂર ઉત્તરમાં નોંધાયું છે.કચ્છના અંજાર, ભૂજ, રાપર, ગાંધીધામમાં પણ આંચકા અનુભવાયા હતા. લોકો ઘર બહાર દોડી આવ્યા હતા. ઉપરાંત મોરબીમાં પણ આ ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. ભૂકંપ થી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

- text

- text