વાઘગઢ પ્રાથમિક શાળામાં યોજાયો સર્વ રોગ નિદાન કેમ્પ

- text


૧૫૦ થી વધુ દર્દીનું હોમિયોપેથી પદ્ધતિ થી નિદાન-સારવાર કરી વિનામૂલ્યે દવા અપાઈ

મોરબી: વાઘગઢ પ્રાથમિક શાળામાં સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો હતો. જેમાં વાઘગઢ અને મેઘપર ગામના ૧૫૦ જેટલા દર્દીઓએ ભાગ લઈને હોમિયોપેથી પદ્ધતિથી સારવાર કરાવીને વિનામૂલ્યે દવા મેળવી હતી.

વાઘગઢ પ્રાથમિક શાળા ખાતે મેડિકલ ઓફિસર ડો.જે પી ઠાકર , ડો.સોલંકી અને ડૉ.ભીમાણીના સહયોગ થી સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં જુના તેમજ હઠીલા દર્દોનું હોમિયોપેથી પદ્ધતિથી નિદાન તેમજ સારવાર કરવામાં આવી હતી. ઉપરાંત દર્દીઓને વિનામૂલ્યે દવા પણ આપવમાં આવી હતી.

- text

કેમ્પનો વાઘગઢ તેમજ મેઘપર ગામના ૧૫૦ જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પને સફળ બનાવવા સરપંચ વલ્લભભાઈ બારૈયા, દેવેન્દ્રભાઈ ફેફર, નવનીતભાઈ ફેફર, શીતલબેન ગાંભવા અને રમણિકભાઈ વડાવીયાએ જહેમત ઉઠાવી હતી.

- text