મોરબીમાં પ્રભુ મહાવીર સ્વામી જન્મ જયંતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી : ભવ્ય શોભાયાત્રા યોજાઈ

- text


બપોરે સંઘ જમણ અને રાત્રીના ભક્તિ સંગીતના કાર્યક્રમો યોજાશે

મોરબી : પ્રભુ મહાવીર સ્વામીની જન્મ જયંતીની મોરબીના આંગણે ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે સવારે ભવ્ય શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી અને બાદમાં બોયઝ હાઈસ્કૂલ ખાતે ધર્મસભા યોજવામાં આવી હતી.

મહાવીર જયંતિ પ્રસંગે આજે મોરબી જૈન સમાજ દ્વારા અનેકવિધ આયોજનો થયા હતા જેમાં સવારે અત્રેના દરબારગઢ સ્થિત ૨૭૦ વર્ષ જુના જૈન દેરાસર ખાતેથી ભગવાન મહાવીરસ્વામીની ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં બાળાઓએ કળશ ઉપાડ્યા હતા, આ શોભાયાત્રા ગ્રીનચોક, નહેરુ ગેટ ચોક, જુના બસટેન્ડ અને રામચોક થઈ બોયઝ હાઈસ્કૂલ ખાતે પહોંચી હતી જ્યાં ધર્મસભામાં ફેરવાઈ હતી.બોયઝ હાઈસ્કૂલ ખાતે જૈન જાગૃતિ ટ્રસ્ટ અને જૈન સોશ્યિલ ગ્રુપ દ્વારા સરબત તથા ફ્રૂટ ની વિતરણ કર્યું હતું

- text

વધુમાં બપોરે દશા શ્રીમાળી અને વિશા શ્રીમાળી જૈન સમાજ દ્વારા સંઘ જમણનું આયોજન કરાયું હતું અને બાદમાં રાત્રીના ભક્તિસંધ્યાનું આયોજન કરાયું છે અને રાત્રીના ૧૨ વાગ્યે પ્રભુ મહાવીર સ્વામીના જન્મના વધામણાં કરવામાં આવશે. આમ, આજે મોરબીમાં પ્રભુ મહાવીર સ્વામીની જન્મ જયંતીની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરી જૈન જૈનેતર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

- text