સબ રજીસ્ટ્રાર કચેરીના પ્રશ્નોને હલ થતા મોરબીના વકીલોની હડતાલ સમેટાઈ

- text


મોરબીમાં સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર તરીકે પાણેરી મુકાયા

મોરબી : રાજ્ય સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન નાયબ કલેકટરોની બદલી અંગેના હુકમ કરાતા મોરબીમાં સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર તરીકે વી.જે.પાણેરીની નિમણુંક થઈ છે સાથે – સાથે મોરબી સબ રજિસ્ટ્રાર કચેરી સામે ચાલતા વકીલોના આંદોલનનો પણ સુખદ અંત આવ્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની સબ સબરજીસ્ટ્રાર કચેરીમાં સબ રજિસ્ટ્રાર અને કોમ્પ્યુટર ઓપરેટરોની ખાલી જગ્યા ભરવા સહિતની જુદી – જુદી માંગણીઓને લઈ છેલ્લા પાંચેક દિવસથી રેવન્યુ પ્રેક્ટિશનર એસોસિએશન દ્વારા દસ્તાવેજી કામગીરીથી દિવસ અળગા રહેવાની જાહેરાત કરી લડતના મંડાણ કર્યા હતા જેમાં મોટાભાગની માંગણીઓ સ્વીકારવામાં આવતા વકીલ મંડળ દ્વારા હડતાલ સમેટી લઈ દસ્તાવેજ નોંધણીની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

- text

બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન નાયબ કલેક્ટરોની બદલીનો ઘાણવો કાઢી મોરબી સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેકટર તરીકે સુરેન્દ્રનગર ફરજ બજાવતા વી.જે.પાણેરીની નિમણુંક કરવામાં આવી છે.

દરમિયાન મોરબીમાં રેવન્યુ પ્રેક્ટિસ કરતા વકીલો દ્વારા હડતાલ પાડવામાં આવતા તંત્ર જાગ્યું હતું અને મોટાભાગના પ્રશ્નો ઉકેલવામાં આવ્યા છે વધુમાં આ હડતાલમાં બોન્ડ રાઇટર, સ્ટેમ્પવેન્ડર અને પિટિશન રાઈટરો પણ જોડાયા હતા અને દસ્તાવેજ નોંધણી સહિતની કામગીરીઓ ઠપ્પ કરી દેતા અંતે તંત્ર દ્વારા સમસ્યાઓ ઉકેલવામાં આવતા સબ રજિસ્ટ્રાર કચેરી રાબેતા મુજબ શરૂ થઈ ગઈ હતી.

- text