મોરબી પાલિકામાં પવડીના ડેલામાં ગેરકાયદેસર બાંધકામનું કામ પૂરજોશમાં : મનાઈ હુકમનો ઉલાળિયો

- text


પાણી અને ડ્રેનેજ કનેક્શન પણ લેવાયું: વિહિપના અગ્રણીની મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત

મોરબી : મોરબી પાલિકાના પવડી ના ડેલામાં ઘણા સમય થી ગેરકાયદેસર બાંધકામ ચાલી રહ્યું છે.વિહિપ દ્વારા આ બાબતે અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા નથી.વિહિપ અગ્રણીએ આ અંગે ફરી મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરીને પવડીના ડેલામાં ગેરકાયદેસર ચાલતું બાંધકામ અટકાવવાની માંગ કરી છે.

- text

મોરબી જિલ્લા વિહિપના પ્રાંત અધિકારી રામનારાયણ દવે એ મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરી હતી કે મોરબી નગર પાલિકાના કાલિકા પ્લોટમાં આવેલા પાવડીના ડેલામાં અમુક તત્વો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે. બાંધકામ પર મનાઈ હુકમ હોવા છતાં મનાઈ હુકમનો સરાજાહેર ઉલાળીયો કરીને પૂરજોશમાં બાંધકામ થઇ રહ્યું છે.હવે તો પાલિકાના ડેલામાં ચાલતા બાંધકામ દરમિયાન નગરપાલિકા ની મંજુરી વગર પાણીનું કનેક્શન અને ડ્રેનેજ કનેક્શન લેવામાં આવ્યું છે. ડેલાના પ્રવેશદ્વાર ઉપર સિમેન્ટ ના બે ગોળા અને ડોમ મૂકવામાં આવ્યા છે.

પવડીનાં ડેલામાં ચાલતા ગેરકાયદેસર બાંધકામ અંગે વખતો વખત રજૂઆત કરાઈ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી.જિલ્લા કલેકટર ગેરકાયદેસર બાંધકામ સામે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવી છે.

- text