મોરબીમાં એન એમ સી બિલના વિરોધમાં આવતી કાલે તબીબોની સાયકલ રેલી

- text


સવારે ૮ કલાકે શહેરના તબીબો બસ સ્ટેન્ડ થી સાયકલ રેલી યોજી બિલ સામે નોંધાવશે વિરોધ

મોરબી, : એન.એમ.સી.બિલ સામે દેશભરમાં ચાલી રહેલા વિરોધને પગલે મોરબીના તબીબો આવતીકાલે સાયકલ રેલી કાઢશે.મોરબી શહેરના તબીબો સાયકલ રેલી યોજીને એન.એમ.સી.બિલ સામે વિરોધ નોંધાવશે.

દેશભરના તબીબોમાં એન.એમ.સી. બિલ સામે ઘણા સમય થી રોષ જોવા મળી રહ્યો છે.અગાઉ પણ તબીબોએ એન.એમ.સી.બિલ સામે વિરોધ કાર્યક્રમો આપ્યા છે.તબીબોના જણાવ્યા મુજબ એન.એમ.સી. તબીબી આલમ માટે અનન્યાય કર્તા છે.જેને લઇને સરકાર ઘટતું નહિ કરે તો આગામી દિવસોમાં અસરકારક આંદોલન કરવાનો તબીબોએ સંકેત આપી દિધો છે.

- text

આઈ.એમ.એ. મોરબી બ્રાન્ચના પ્રમુખ ડો. સુનીલ અખાણી અને ડો.જે એલ દેલવડિયા એ જણાવ્યું હતું કે,મોરબી આઈ એમ.એ. બ્રાંચ આવતીકાલે સવારે ૮ કલાકે નાવા બસ સ્ટેન્ડ થી સાયકલ રેલી યોજશે.ત્યારબાદ આઈ.એમ.એ. હોલ ખાતે જનરલ બોર્ડની મિટિંગ યોજાશે.મિટિંગમાં એન.એમ.સી બિલ સામેના આગામી દિવસોમાં યોજાનારા વિરોધ કાર્યક્રમ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે.

- text