મોરબી જિલ્લાના આશાવર્કરોનું પગાર વધારા મુદ્દે આવેદન

- text


માસિક વેતન રૂ.૧૦ હજાર કરી આપવાની આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ સમક્ષ માંગ

મોરબી : મોરબી જિલ્લાના આશાવર્કરોએ માસિક વેતનમાં શોષણ થતી હોવાની ફરિયાદ સાથે પગાર વધારા મુદ્દે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને આવેદન પાઠવ્યું હતું.

આશવર્કરોએ આવેદનમાં જણાવ્યું હતુંકે તેમને સરકાર દ્વારા હાલ ૪હજારનું માસિક વેતન આપવામાં આવી રહ્યું છે.૧૧ થી ૧૩ ગામની રૂટિન કાર્યવાહી કરવા જાય તો બસ ભાડા અને
નાસ્તાના આશરે રૂ.૧૨૦૦ જેટલા ખર્ચાઈ જાય છે.બાકી વધતા રૂ.૨૫૦૦ થી ૩૦૦૦ માં ઘરનું ગુજરાન કેમ ચલાવવું તે મોટો પ્રશ્ન બની રહે છે.આટલી નાની રકમમાં ગુજરાન ચાલતું નથી તેથી જો વેતનમાં વધારો કરવામાં આવે તો આશાવર્કરોની સમસ્યા થોડી હળવી બની શકે તેમ છે.

- text

દરેક કર્મચારીના પગારમાં વધારો થાય છે.ત્યારે આશાવર્કરોનો પગાર જેમ હતો તેમ છે.આવી મોંઘવારીમાં આટલા નાના વેતનમાં ઘરનું ગુજરાન ચલાવું શક્ય નથી.ઓછું વેતન આપી વધુ કામ લઇને આશાવર્કરોનું શોષણ થઇ રહ્યું છે.મોંઘવારીમાં પ્રાથમિક જરૂરિયાતોને પહોંચી વળવા આશાવર્કર બહેનોનું માસિક વેતન રૂ.૧૦ હજાર કરી દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

- text