મોરબીમાં પતિ ઉપર રિસામણે બેઠેલી પત્ની અને તેના પ્રેમી સહિત ૪ શખ્સોનો હુમલો

- text


પતિએ પુત્રીના લગ્ન ગોઠવ્યા તે પત્નીને ન ગમતા તેનું મનદુઃખ રાખીને પ્રેમી અને તેના ભાઈઓ સાથે મળીને પતિને ધોકાવ્યો

મોરબી,:મોરબીના સામાકાઠે પતિએ પુત્રીના લગ્નનું આયોજન કરતા રિસામણે બેઠલી પત્નીને પુત્રીના લગ્ન ન ગમતા હોવાથી તેને પ્રેમી સહિતના શખ્શો સાથે મળીને પતિ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત થતી વિગત અનુસાર મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસ પાસે આવેલા મફતિયા પરામાં રહેતા નારણભાઇ પ્રેમજીભાઈ બાવરીયા ની પત્નીને વિજય જગદીશ ભીમાણી સાથે આડા સંબંધ હોય તે બાબતે મધુબેન રિસામણે છે. નારણભાઈ એ પુત્રીના લગ્નનું આયોજન કર્યું જે તેની પત્ની મધુબેનને ન ગમ્યું.પુત્રીના લગ્નનો ખાર રાખી મધુબેન, તેના પ્રેમી વિજય જગદીશ ભીમાણી સાથે અન્ય શખ્શો કિશન જગદીશ ભીમાણી, રવી જગદીશ ભીમાણી ,સંજય દિલીપ ભીમાણીએ સર્કિટ હાઉસ પાસે જઈને પતિ સાથે આ બાબતે માથાકુટ કરી હતી.

- text

તમામ શખ્શોએ નારણભાઈ અને તેની સાથે રહેલા અન્ય વ્યક્તિ પર તલવાર ,પાઇપ અને ધારિયા જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો.જેમાં નારણભાઈ અને તેમની સાથે રહેલ વ્યક્તિને ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.બી ડિવિઝન પોલીસ મથકે બનાવ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

- text