વ્યાયામ અને કલા શિક્ષકોની તાત્કાલિક ભરતી કરો : મોરબી કલેકટરને આવેદનપત્ર અપાયું

- text


વ્યાયામ અને કલા શિક્ષક સંઘ દ્વારા મોરબી, ટંકારા અને હળવદ ધારાસભ્યને પણ આવેદન થકી રજુઆત

મોરબી : મોરબી જિલ્લા કલા અને વ્યાયામ શિક્ષક સંઘ દ્વારા તાકીદે બંને વિષયના શિક્ષકોની ભરતી કરવા સહિતની જુદી -જુદી માંગણીને લઈ જિલ્લા કલેકટર મોરબી અને ધારાસભ્યોને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

મોરબી જિલ્લા વ્યાયામ અને કલા શિક્ષક સંધ મોરબી તેમજ મોરબી જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વ્યાયામ શિક્ષક સંધના સભ્યો દ્વારા સોમવારે મોટી સંખ્યામાં વ્યાયામ તેમજ કલા શિક્ષકો ઉપસ્થિત રહી મોરબી જિલ્લા કલેક્ટર શ્રી, ધારાસભ્ય ટંકારા- પડધરી લલિતભાઈ કગથરા અને ધારાસભ્ય હળવદ- ધાગ્નધા પુરષોતમભાઈ સાબરીયાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યના વ્યાયામ અને કલા વિષયના શિક્ષકો દ્વારા ગુજરાત ના ભાવિ એવા બાળકો ના સવૉગી વિકાસ માટે પાયાના વિષયનુ યોગ્ય રીતે શિક્ષણ મળે તેમજ આવા વિષય ની લાયકાત ધરાવતા યુવા ઓને યોગ્ય ન્યાય મળે માટે આપના દ્વારા આ બાબત ને ધ્યાને લઈ રજૂઆત કરવામાં આવી હતી.

- text

આવેદનપત્રમાં
(૧)પ્રવાસી શિક્ષક તેમજ કરાર આધારિત ભરતી પ્રક્રિયા બંધ કરવી
(૨) કેન્દ્ર સરકાર ના નિયમાનુસાર RTE 2009 પ્રમાણે ભરતી કરવી
(૩) વ્યાયામ અને કલા શિક્ષકો ની કાયમી ભરતી કરવી
(૪)શાળામાં વ્યાયામ અને કલા વિષય ફરજિયાત બનાવો
(૫) કલા અને વ્યાયામ નો અનુભવ એચ.ટાટ જેવી પરીક્ષામાં માન્ય ગણવો
(૬) વષૅ ૨૦૦૪ થી ગુજરાત માં વ્યાયામ અને કલા શિક્ષક ની ભરતી કરવામાં આવી નથી જે સત્વરે કરવા માંગ ઉઠાવવામાં આવી હતી.

- text