મોરબીમાં ચીની વસ્તુઓનો બહિષ્કાર કરવા આહવાન

- text


સ્વદેશી જાગરણ મંચ દ્વારા પ્રથમ શહિદ બાબુગેનુંને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

મોરબી : મોરબીમાં સ્વદેશી વસ્તુઓના હિમાયતી પ્રથમ શહીદ બાબુ ગેનુને શ્રદ્ધાંજલિ આપવા યોજાયેલ કાર્યક્રમમાં ભારતના કટ્ટર દુશ્મન ચીનની વસ્તુઓ ન ખરીદવા આહવાન કરાયું હતું.

સ્વદેશી જાગરણ મંચ દ્વારા મોરબી સરસ્વતી શિશુમંદિર નવા બસસ્ટેન્ડ સામે શહીદોને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં સ્વદેશી ચળવળના પ્રથમ શહીદ બાબુ ગેનુને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ તકે રાજકોટના પત્રકાર યોગેશભાઈ ભટ્ટે શહીદ બાબુ ગેંઉના જીવન ચરિત્ર અને વિવિધ પ્રસંગો પર પ્રવચન આપ્યું હતું.

આ પ્રસંગે પશ્ચિમક્ષેત્રના સહ સંયોજક રમેશભાઈ દવે પ્રાસંગિક ઉદબોધન કરતા ભારતના કટ્ટર દુશ્મન એવા ચીનની કોઈપણ ચીજો ન ખરીદવા લોકોને આહવાન કર્યું હતું અને સ્વદેશી વસ્તુ શા માટે વાપરવી જોઈએ તેનું મહત્વ સમજાવ્યું હતું.

- text

આ તકે મોરબી હહેરના દેશ ભક્ત ભાઈ બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં રેણુકાબેન ભોરણીયાએ સ્વદેશી ગીત રજૂ કર્યું હતું સ્વાગત પ્રવચન જીતેન્દ્રભાઈ સાણદિયાએ કર્યું હતું અને મહેમાનોનું સ્વાગત પ્રા.હિરેનભાઈ ચનીયારાએ કર્યું હતું મોરબી જિલ્લાની ગતિવિધિ જિલ્લા સરક્ષક મહેશભાઈ ભોરણીયાએ કરી હતી, આભારવિધિ પ્રવીણભાઈ સરડવાએ કરી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન નિલેશભાઈ પરજીયાએ કર્યું હતું.

સમગ્ર આયોજનને સફળ બનાવવા પીયૂષભાઈ કોરડીયા, અંકિતભાઈ જોશી અને સંજયભાઈ રાજપરા સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

- text