ટંકારા આર્યસમાજ દ્વારા વોલીબોલ ટુર્નામેન્ટ યોજાઈ

- text


ટંકારા : આર્ય સમાજ ટંકારા દ્વારા શિવરાત્રી પર્વ ઉજવણી પ્રસંગે રવિવારના રોજ વોલીબોલ શૂટિંગ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું જેમાં અલગ – અલગ આઠ ટીમોએ ભાગ લીધો હતો.

ટંકારા ખાતે યોજાયેલ આ વોલીબોલ શુટિંગ ટુર્નામેન્ટમાં મોરબીની ઉમા એ ટીમ વિજેતા બની હતી જ્યારે ઉમા બી ટીમ રનર્સઅપ બની હતી આ ટુર્નામેન્ટ દરમિયાન બેસ્ટ શૂટરનો ખિતાબ કિશોરભાઈ શેરસિયાને અપાયો હતો જયારે બેસ્ટ નેટી તરીકે રાણીપા જીગ્નેશ જાહેર થયા હતા.

- text

ટુર્નામેન્ટમાં રેફરી તરીકે દીપકભાઈ બાવરવા અને અમિતભાઇ પટેલ રહ્યા હતા, આ તકે ગજેન્દ્ર કારેલીયાએ સ્કોરબોર્ડ અને ભગીરથભાઈ આદ્રોજાએ કૉમેન્ટરીની સેવા બજાવી હતી.

સમગ્ર આયોજનને સફળ બનાવવા દીપકભાઈ વ્યાસ અને કાંતિલાલ હાલપરાએ ભારે જહેમત ઉઠાવી હતી.

 

- text