વાંકાનેરમાં એસઓજીનું ઓપરેશન : ચાર પરપ્રાંતિયો પાસેથી સવા ત્રણ લાખના મોબાઈલ જપ્ત કરાયા

- text


બિલ વગરના સેમસંગ, વિવો સહિતના મોબાઈલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી

મોરબી : મોરબી એસઓજી ટીમે આજે વાંકાનેર વિસ્તારમાં ઓપરેશન હાથ ધરી ચાર પરપ્રાંતીય શખ્સોના કબજામાંથી સવા ત્રણ લાખ રૂપિયાથી વધુ કિંમતના મોબાઇલ ફોન કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લા પોલોસ વડા જયપાલસિંહ રાઠોડની સૂચના મુજબ એસઓજી ટીમ દ્વારા વાંકાનેર હાઇવે ઉપર વાઘસિયા ટોલનાકા નજીક ભવાની હોટલ પાછળ આવેલ ઝુંપડા ચેક કરતા ચાર પરપ્રાંતીય શખ્સો પાસેથી બિલ વગરના ચોરી કરેલા મોબાઈલ નંગ ૧૦૬ કિંમત રૂપિયા ૩,૨૫, ૬૫૦ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વધુમાં એસઓજી પોલીસે રાજુ માંગીલાલ પવાર ઉ.૩૮ રે.એકતાસા તા. ભીખનગવ, મધ્યપ્રદેશ, પાસેથી ૨૧ નંગ સેમસંગ ગેલેક્સી જે ૭, અને ચાર્જર કેબલ નંગ ૩૮ મળી કુલ રૂપિયા ૬૪૯૦૦, પાવનસિંગ પરશુરામ પવાર પાસેથી એમ હોર્સ મોબાઈલ નંગ ૨૦, જે ૭ નંગ ૩ તથા વિવો કંપનીના મોબાઈલ નંગ ૩૦, મોબાઈલ ફોનના કવર નંગ ૩૦ તેમજ ચાર્જર વાયર ૫૧, મોબાઈલ કવર ૨૦ સહિત કુલ રૂપિયા ૧, ૬૩, ૭૫૦ કબ્જે કર્યા હતા.

- text

આ ઉપરાંત સંતોષ સમુંદર મોહિતે જાતે ઓડ ઉ. ૩૮ પાસેથી જે ૭ સેમસંગ કંપનીના મોબાઈલ નંગ ૨ કિંમત રૂપિયા ૬૦૦૦ તથા રાકેશ ગંગારામ ચૌહાણ ઉ.૨૫ રે.સિરખંડી તા.ખરગોન મધ્યપ્રદેશ વાળા પાસેથી સેમસંગ ગેલેક્સી જે ૭ ફોન નંગ ૩૦ કી.૯૦૦૦૦ તથા ચાર્જર નંગ ૨૦ સહિત કુલ રૂપિયા ૯૧૦૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.

આમ, એસઓજી પોલિસે વાંકાનેર નજીકથી ચાર પરપ્રાંતીય શખ્સોને શંકાસ્પદ મોબાઈલ ફોન અને એસેસરીઝના લાખોના જથ્થા સાથે ઝડપી લેતા મોરબી શહેર જિલ્લાની મોબાઈલ દુકાન ચોરોની ઘટનાનો પર્દાફાશ થવાની શકયતા જોવાઇ રહી છે.

- text