મોરબીના બે બગીચા લાખોના ખર્ચે પુનઃ નંદનવન બનશે

- text


સૂરજ બાગનું ૫૬ લાખના ખર્ચે અને કેસરબાગનું ૨૮ લાખ રૂપિયાના ખર્ચે થશે રીનોવેશન

મોરબી : છેલ્લા ઘણા સમયથી ઉકરડામાં ફેરવાયેલ મોરબીના બે બાગને નગરપાલિકા દ્વારા લાખો રૂપિયા ખર્ચે નવ પલ્લીત કરવા આયોજન કરાયું છે જે અંતર્ગત સુરજબાગ ૫૬ લાખ અને કેસરબાગનું ૨૮ લાખના ખર્ચે નવસર્જન કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

મોરબી નગર પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર ગિરીશ સરૈયા દ્વારા શહેરના બે મુખ્ય બગીચાને ફરી નંદનવન બનાવવાનો પ્રોજેકટ હાથ પર લીધો છે, તેમના જણાવ્યા મુજબ સૂરજબાગને નવપલ્લીત કરવા ૫૬ લાખનો ખર્ચ કરાશે જેમાં વોકિંગ ટ્રેક, બાળકો માટે હીંચકા, લપસીયા, પાણી નિકાલની વ્યવસ્થા, લોન વૃક્ષો સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે અને આ કામગીરી આગામી પાચ માસમાં જ પૂર્ણ કરાશે.

- text

આ ઉપરાંત સામાકાંઠા વિસ્તારમાં આવેલ કેસરબાગ વર્ષ ૨૦૧૪ માં ૨૫ લાખનો ખર્ચ મંજુર કરાયો હતો પરંતુ કામગીરી શરૂ થઈ ન હતી પરંતુ હવે આ બગીચા માટે ૨૮ લાખનો ખર્ચ મંજુર કરી કેસર બાગમાં વૃક્ષો, લોન અને બાળકો માટે રમવાના સાધનો સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવશે અને આગામી બે માસમાં જ બગીચાની કાયાપલટ કરી દેવામાં આવશે તેવું ઇન્ચાર્જ ચીફ ઓફિસર સરૈયાએ જણાવ્યું હતું.

- text