મહિલાઓના ફેક ફેસબુક આઈડી બનાવી બ્લેકમેઇલિંગ કરતા સાધુ રૂપી શૈતાનને ઝડપી લેતી મોરબી પોલીસ

- text


વાંકાનેરના ભદ્ર પરિવારની મહિલાને પરેશાન કરતા પોલીસે લંડન રિટર્ન સાધુને દબોચ્યો

મોરબી : ફેસબુક ઇન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મીડિયામાં મહિલાઓના બોગસ આઈડી બનાવી બાદમાં શિકારને ફસાવી બ્લેકમેઇલિંગ કરવાના ગોરખધંધા કરવા લંડન રિટર્ન સાધુ રૂપી શૈતાનને ભારે પડ્યા છે અને હાલ આ સાધુ મોરબી પોલીસની ગિરફતમાં આવી ગયો છે.

સાયબરક્રાઇમ હેઠળ મોરબી જિલ્લાના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન હેઠળ આવેલી એક અરજીને ગંભીરતાથી લઈ જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોરે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરતાં ચોકવનારી હકીકત સામે આવી હતી અને ધોરણ ૧૦ સુધી ભારતમાં અભ્યાસ કરી બાદમાં ૧૨ વર્ષ સુધી લંડનમાં રહી એમબીએ સુધીનો અભ્યાસ કરનાર મૂળ વિસાવદરના ગૌતમ ઉર્ફે ગૌતમનાથ જગદીશચંદ્ર ગોંડલીયા રહે.હાલ કાલેશ્વર મંદિર કલાણા, તા.ધોરાજી તથા કિંગ્સવિલા, ન્યુ જીઈબી ઓફીસ સામે વેશું વીઆઇપી રોડ, વેશું સુરતવાળો આ ગોરખધંધામાં સામેલ હોવાનું બહાર આવ્યું હતું.

- text

વધુમાં પોલીસે આ મામલે કરેલી છાનભીનમાં સાધુ રૂપી ગૌતમનાથના ગોરખધંધા સામે આવ્યા હતા અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવી સોશ્યલ સાઈટમાં મહિલાઓના ફેક આઈડી બનાવી બાદમાં સંબંધો કેળવી લલચાવી ફોસલાવી બિભિત્સ ફોટાઓ મેળવી મહિલાઓ અથવા પુરુષોને બ્લેકમેઇલ કરતો હોવાનું બહાર આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે લંડનમાં એમબીએનો અભ્યાસ કરનાર સાધુ ગૌતમનાથ ભારતની મોટાભાગની ભાષાઓનો જાણકાર છે અને કળકળાટ અંગ્રેજી થકી ભલભલાને અંજવી દે તેવી કુશળતા ધરાવતો હોવાનું બહાર આવ્યું છે.

હાલ તો મોરબી પોલીસે હાઇપ્રોફાઇલ સાયબરક્રાઇમ કેસમાં સાધુરૂપી શૈતાન એવા ગૌતમનાથને દબોચી લીધો છે અને વાંકાનેરના પરિવારને શાંતિ આપવી છે અને હજુ પણ આ મામલે તપાસ દરમિયાન અનેક ભેદ ખુલે તેમ હોવાનું મનાઇ રહ્યું છે.

- text