મોરબી બેલા રોડ પર ટ્રાફિક જામ : વાહનોના થપ્પા લાગ્યા

- text


મોરબી : મોરબીના ઔધોગિક વિસ્તાર બેલા – રંગપર રોડ પર ગોકળગાયની ગતિએ ચાલતા રસ્તાના કામને કારણે આજે કલાકો સુધી ટ્રાફિક જામ થઈ જતા વાહનોના થપ્પા લાગી ગયા હતા.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના બેલા રોડ પર આજે ટ્રાફિક જામ થઈ જતા બન્ને તરફ વાહનોના થપ્પા લાગી ગયા હતા અને પીપળી સુધી વાહનોની લાઈનો લાગી હતી.

- text

વધુમાં છેલ્લા ઘણા સમયથી બેલા રોડનું કામ મંથર ગતિએ ચાલતી હોય ટ્રાફિક જામ અને અકસ્માતની કાયમી સમસ્યા છે ત્યારે આજે સર્જાયેલા ટ્રાફિક જામથી આ વિસ્તારના ઔદ્યોગિક એકમો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.

 

 

- text