મોરબીમાં વર્લી મટકાનો જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

- text


મોરબી : મોરબી એલસીબી ટીમે આજે સનાળા રોડ જીઆઇડીસી સામેથી વર્લી મટકાનો જુગાર રમાડતા શખ્સને રૂપિયા ૯૧૨૦ રોકડા અને વર્લીના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો.

- text

મોરબી જિલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સૂચના અન્વયે મોરબી શહેર જિલ્લામાં જુગારની બળીને નાબૂદ કરવા એલસીબી પોલીસે આજે બાતમીને આધારે સનાળા રોડ જીઆઇડીસી સામે આવેલ લાલશા પાનની દુકાને રેડ કરી વર્લી મટકાનો જુગાર રમાડતા મહેબૂબ ઉર્ફે લાલો કરીમભાઈ સજાત,રે. કાલિકા પ્લોટ, રાજબેન્ક વાળી શેરી વાળાને રૂપિયા ૯૧૨૦ ની રોકડ અને વર્લી મટકાના સાહિત્ય સાથે ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text