મોરબી માળીયા તાલુકા ઉમિયા પરીવાર દ્રારા બગથળા ખાતે ૧૯માં સમુહ લગ્ન યોજાયા

- text


સમાજને નવી રાહ સાથે રાષ્ટગીતનુ ગાન કરીને સમુહ લગ્નનુ શુભ મુહ્રુત કરાયુ : બગથળા ગામે એકી સાથે ૮૯ નવદંપતીએ પ્રભુતામાં પગલા પાડ્યા

શ્રી મોરબી માળીયા તાલુકા ઉમિયા પરીવાર દ્રારા બગથળા ગામે ઓગણીસમાં સમુહ લગ્નનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં મોરબી માળિયા તાલુકાના ૮૯ નવદંપતી પ્રભુતામાં પગલા પાડ્યા હતા જેમાં સવારે ૭ વાગ્યાના ટકોરે સમુહ લગ્નનુ શુભ મુહ્રુત રાષ્ટગીત ગાયને કરાયુ હતુ આમતો દર વર્ષે સમુહ લગ્નમાં મોટી સંખ્યામાં નવદંપતી જોડાય છે પંરતુ સમુહ લગ્ન સમીતી દર વર્ષે જેટલા નવદંપતી જોડાય છે તેટલા વુક્ષ વાવીને પ્રયાવરણનુ જતન કરી રહ્યા છે

- text

મોરબી માળીયા તાલુકા ઉમિયા પરીવાર દ્રારા સમુહ લગ્નનુ આયોજન સમિતીમાં મોરબી માળીયાના ધારાસભ્ય બ્રીજેશભાઈ મેરજા ટંકારા પડધરીના ધારાસભ્ય લલીતભાઈ કગથરા પુર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતીયા, બાવનજીભાઈ મેતલીયા, જયસુખભાઈ પટેલ, બેચરભાઈ હોથી, જેવા સમાજના મોભીઓ અને દાતાઓ હાજર રહીને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.

 

- text