લાલપર નજીક ટ્રકે હડફેટે લેતા મોટર સાયકલ ચાલકને ઇજા

- text


મોરબી : મોરબી વાકાનેર ને.હા રોડ લાલપર ગામ નજીક ટ્રક ચાલકે મોટર સાયકલ ચાલકને હડફેટે લેતા ઇજાઓ પહોંચતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ ટ્રક નં-જી.જે-૦૮-ડબલ્યુ-૦૧૧૮ ના ચાલકે બે ફીકરાઇ થી ટ્રક ચલાવી આગળ જઈ રહેલા રમેશભાઇ ભીમજીભાઇ સોલંકી જાતે-અનુ.જાતી ઉ.વ-૫૧ ધંધો-મજુરી રહે.વાકાનેર આંબેડકર નગર શેરી નં-૩ વાળાના મો.સા નં-જી.જે-૦૩-બી.જી-૬૨૫૪ ને પાછળ થી અડફેટે લઇ પછાડી દઇ હાથે પગે ગોઠણના ભાગે નાની મોટી ઇજાઓ પહોંચાડતા જમણા પગે પંજામાં ફેક્ચર થતા ઇજા કરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text