માળીયા પોલીસ સ્ટેશનના દારૂના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી એલસીબી

- text


મોરબી : માળીયા મિયાણા પોલીસ સ્ટેશનના ચોપડે દારૂના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબીમાંથી ઝડપી લેવામાં એલસીબીને સફળતા મળી છે.

માળીયા મિયાણા પોલીસ મથકમાં એકાદ વર્ષ પીરવે દારૂના ગુન્હામાં નાસતો ફરતો આરોપી તૌફિક ગુલામહુસેન કચ્છી મેમણ, રહે, રણછોડનગર સુમરા મસ્જિદ વાળો ત્રાજપર ચોકડી નજીક હોવાની બાતમી મળતા એલસીબી સ્ટાફે ઝડપી લીધો હતો.

- text

આ સફળ કામગીરી એલસીબી પોલીસ કોન્સ્ટેબલ નીરવ મકવાણા અને ભાગીરથસિંહ ઝાલાએ કરી હતી.

- text