મોરબી : નીલકંઠ વિદ્યાલયમાં રમતોત્સવ યોજાયો

મોરબી : નિલકંઠ વિદ્યાલય પીપળીયા ચાર રસ્તા મોરબી ખાતે ત્રી દિવસીય રમતોત્સવનું આયોજન કરાયું હતું જેમાં વિદ્યાલયના બાળકોને અલગ- અલગ ૩૦ રમતો રમાડવામાં આવી હતી.

મોરબી પીપળીયા ચાર રસ્તા ખાતે આવેલ નીલકંઠ વિદ્યાલયમાં ત્રી દિવસીય રમત ઉત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાલયના દરેક વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

રમતોત્સવ નો પ્રારંભ મસાલ પ્રગટાવી કરાયો હતો જેમાં ટ્રસ્ટી ઓ દ્વારા લીલીઝંડી આપી રમતોત્સવ ખુલ્લો મુકાયો હતો.

આ રામતોત્સવમાં બોલ થ્રો ચોટલી વાળવી સ્પંચ ગેમ સ્ટ્રો ગેમ જેવી ૩૦ થી વધુ રમત રમાડવામાં આવી હતી આ ઉત્સવ માં વિદ્યાર્થી અને વાલીઓનો ઉત્સાહ ખુબજ વધુ પ્રમાણમાં જોવા મળ્યો હતો.

સમગ્ર આયોજનને સફળ બનાવવા સંચાલક યાજ્ઞિકભાઈ ધમાસણા, ભાવેશ ભાઈ કાસુન્દ્રા અને સ્ટાફગણની મહેનત રંગ લાવી હતી. નોંધનીય છે કે રમતોત્સવનું લાઇવ ટેલિકાસ્ટ પણ કરવામાં આવ્યું હતું અને તેમાં વાલીઓનો રિસ્પોન્સ ખૂબ જ સારો રહ્યો હતો.