માળીયા મિયાણા નગર પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખે કેસરિયો ખેસ પહેર્યો

- text


માળીયા : રાજનીતિમાં ક્યારે શુ થાય કાઈ નક્કી નહિ વિધાનસભા ચૂંટણી આડે પાંચ દિવસ બાકી છે ત્યારે માળીયા પાલિકામાં કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખે ભાજપનો ખેસ ધારણ કરી લેતા રાજકીય ભૂકંપ સર્જાયો છે.

જાણવા મળ્યા મુજબ મોરબી-માળિયા વિધાનસભા બેઠક પર છેલ્લા ૨૨ વર્ષથી ભાજપના હાથમાં છે. ત્યારે ભાજપના સામે આ ચુંટણી જંગમાં લડવા માટે કોંગ્રેસ પુર જોશથી તાકાત બતાવી રહી છે અને પાટીદાર આંદોલનને કારણે આ બેઠક ઉપર કોંગ્રેસ માટે જીતની ઉમ્મીદ જોવામાં આવી રહી છે તેવા સમયે જ ભાજપે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે અને પાલિકાની સતા કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી છે.

- text

માળીયા પાલિકામાં ૨૪ બેઠકોમાંથી ૧૪ કોંગ્રેસના સદસ્યો છે જયારે ૧૦ ભાજપના સદસ્યો છે પાલિકામાં ભાજપે રાજનીતિ ખેલી કોંગ્રેસ શાસિત પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ કાર્યકરોને કેસરિયો ખેસ પહેરાવી ભાજપે મોટો ખેલ પાડી દીધો છે.

મોરબી-માળિયા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર કાન્તીભાઈ અમૃતિયાની સભામાં માળિયા નગરપાલિકાના પ્રમુખ અબ્દુલભાઈ મોવર અને ઉપપ્રમુખ વલીમાંમદભાઈ મોવરે કાર્યકરો સાથે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. પરિણામે ૨૪ બેઠકો ધરાવતી નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ બંને હવે ૧૨-૧૨ બેઠક થઈ છે જેથી હવે બંને પક્ષોને બહુમતી સિદ્ધ કરવાની રહેશે.

- text