વિશ્વ કલ્યાણ અને પર્યાવરણ શુદ્ધિ માટે મોરબીમાં યોજાયો વિરાટ સોમયજ્ઞ

- text


૨૯ નવેમ્બરથી શરૂ થયેલા સોમયજ્ઞની અસંખ્ય શ્રદ્ધાળુઓએ કરી પ્રદક્ષિણા

મોરબી: વિશ્વ કલ્યાણ અને પર્યાવરણ શુદ્ધિ માટે ૨૯ નવેમ્બરથી મોરબીના આંગણે વિરાટ સોમયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેની તા.૪ ડિસેમ્બરના રોજ પૂર્ણાંહુતી થઇ હતી.
મોરબીના આંગણે યોજાયેલ વિરાટ વલ્લભાચાર્યનગર, એવન્યુ પાર્ક, શેરી નં ૦૪, રવાપર રોડ મોરબી ખાતે વિરાટ વાજપેય સોમયજ્ઞ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દક્ષિણ ભારતના ૧૮ વિદ્વાન પંડિતો હવન કરાવી રહ્યા છે અને આ યજ્ઞશાળાની પ્રદક્ષિણા કરી અસંખ્ય શ્રધ્ધાળુ લોકો પુણ્યનું ભાથું બાંધ્યું હતું.
વિશ્વ કલ્યાણ અને પર્યાવરણ શુદ્ધિ માટે  યોજાયેલ સોમયજ્ઞ ભારતની વૈદિક સંસ્કૃતિનો સર્વોપરી યજ્ઞ છે. સોમયજ્ઞ મહોત્સવમાં પદ્મભૂષણ ગોકુલોત્સવ મહારાજ આશીર્વાદના મંત્રોથી અભિમંત્રિત અક્ષતોથી શુભ આશીર્વાદ આપવામાં આવી રહ્યા છે આ યજ્ઞમાં ૧૦૦૦ જેટલા લોકો તેમજ ૧૨૦૦ થી વધુ લોકો દરરોજ પ્રસાદનો લાભ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે આ અનમોલ લ્હાવો કહી શકાય તેવા સોમયજ્ઞની પરિક્રમાના આટાથી જીવનના ચકર દુર થાય છે તે ઉપરાંત યજ્ઞશાળા મંડપ વાંસનો બને છે જે વંશવૃદ્ધી કરે છે,સોમયજ્ઞના ચોથા દિવસે નંદ મહોત્સવ યોજાશે ને પાંચમાં દિવસે ખીરનો પ્રસાદનો લાભ ભક્તોને મળશે. આ સોમયજ્ઞની ઈંટનો ઉપયોગ ઇષ્ટ સિદ્ધિ કરવા બહુ મોટું કામ કરે છે. યજ્ઞની ઇંટોને ઓફીસ, ફેક્ટરી કે ઘરના નીવમાં ઉપયોગ કરવામાં આવે છે. ઇંટો મંત્રમય છે જે અભિલાષા ઇષ્ટ સિદ્ધિ કરાવે છે.
વિરાટ સોમયજ્ઞ સમિતિના અધ્યક્ષ ચમનલાલ પી.સરોડીયાએ જણાવ્યું હતું કે માનવ સમાજના હિત માટે સોમયજ્ઞ થી વિશેષ કઈ નથી ત્યારે મોરબીના આંગણે યોજાયેલ વિશ્વ કલ્યાણ માટેના આ અનેરા ધાર્મિક કાર્યનો અસંખ્ય લોકોએ લાભ લીધો હોવાનું તેમણે જણાવ્યું હતું.

- text

- text