મોરબીમાં વિશ્વના ૧૯૩ દેશોની ચલણી નોટો, સિક્કા અને ટીકીટોનું પ્રદર્શન યોજાયું

- text


ટીજેએસબી બેન્ક મોરબી દ્વારા યોજાયુ અનોખું પ્રદર્શન:સો ટ્રીલિયન ડોલરની નોટ આકર્ષણનું કેન્દ્ર બની

મોરબી : મોરબીમાં એક જ સ્થળે વિશ્વના ૧૯૩ દેશોની અવનવી ચલણી નોટો, ટિકિટો અને સિક્કાઓ એક જ સ્થળે જોવા મળ્યા હતા, ટીજેએસબી સહકારી બેન્ક મોરબી દ્વારા આ અનોખું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેનો મોરબીના લોકોએ જબરો પ્રતિસાદ આપ્યો હતો.

ટીજેએસબી મલ્ટી સ્ટેટ સહકારી બેન્ક મોરબી શાખા દ્વારા ત્રીજી ડિસેમ્બરના રોજ ઇમ્પીરિયલ પ્લાઝા સનાળા રોડ ખાતે વિશ્વના ૧૯૩ દેશોની અલગ-અલગ વિશેષતા ધરાવતી ચલણી નોટોનું પ્રદર્શન યોજવામાં આવું હતું જેમાં વેસ્ટ ઇન્ડિઝ ગયાનાની ભગવાન શ્રી કૃષ્ણની રંગ પાચમની કૃતિ વાળી ચલણી નોટ, ઇન્ડોનેશિયાની ગણપતિ ભગવાનની છાપ વાળી નોટ, ઝિમ્બાબ્વેની સો ટ્રીલિયન ડોલરવાળી નોટ સહિતની નોટો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

- text

ઉલ્લેખનીય છે કે આ પ્રદર્શન મહારાષ્ટ્રના નિવૃત બેન્ક અધિકારી સંજય જોશી દ્વારા યોજવામાં આવ્યું હતું તેમની પાસે વિશ્વના ૨૪૦ દેશોના ચલણી નોટ અને સિક્કાનું અલભ્ય કલેક્શન છે, તેમને જાગેલા આ અદભુત શોખ પાછળ પણ રસપ્રદ ઘટના સંકળાયેલી છે વર્ષ ૧૯૮૩ માં તેઓ ઘરના માળીયા સાફ કરતા હતા ત્યારે સાત વિદેશી સિક્કા મળતા તેમને આ શોખ જાગ્યો હતો અને વિદેશી ચલણ એકત્રિત કરવા તેઓએ ૧૪ દેશનો પ્રવાસ કર્યો છે અને તેમની પાસે દુર્લભ કહી શકાય તેવો પાંચ ડોલરનો સિક્કો છે જેમાં અમેરિકી પ્રમુખ જ્હોન કેનેડીનું ભાષણ છે.

ટીજેએસબી બેન્ક મોરબી દ્વારા યોજવામાં આવલ આ પ્રદર્શનમાં વિશ્વના ૧૯૩ દેશોની ચલણી નોટ ઉપરાંત ચલણી સિક્કાઓ અને અવનવી ટપાલ ટિકિટો પણ આકર્ષણનું કેન્દ્ર બની હતી અને લોકોએ આ પ્રદર્શનો બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.

- text