મોરબી પોલીસે બે રીઢા રીક્ષા ચોર ઝડપ્યા : ૧૧ રિક્ષાચોરીના ભેદ ખુલ્યા

- text


રાજકોટ,જામનગર,સુરેન્દ્રનગર અને મોરબીમાંથી રીક્ષા ચોરનાર રાજકોટના બે તસ્કરો પોપટ બન્યા

મોરબી:મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રાજકોટ, ચોટીલા, જામનગર, સુરેન્દ્રનગર અને મોરબી સહિતના શહેરોમાંથી સીએનજી રીક્ષા ચોરી કરતા બે રીઢા તસ્કરોને દબોચી લઈ ૧૧ રીક્ષા ચોરીના ભેદ ઉકેલી નાખ્યા છે.
જાણવા મળતી વિગતો મુજબ આજે એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેકટર બી.પી.સોનારાએ પત્રકાર પરિષદ યોજી સૌરાષ્ટ્રભરમાંથી સીએનજી રિક્ષાની ચોરી કરતી તસ્કર બેલડીને ઝડપી લઈ ૧૧ રીક્ષા ચોરીના ભેદ ઉકેલાયા હોવાની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણીને ક4ને ચેકીંગ ઘનિષ્ઠ બનાવાયું છે ત્યારે પોલીસ કોન્સ્ટેબલ નિર્મળસિંહ રામસિંહને બાતમી મળી હતી કે હિતેશ ઉર્ફે રઘો મહેશભાઈ નિમાવત અને વિજય ચનભાઈ વાવેશા રહે.બન્ને મવડી પ્લોટ રાજકોટ વાળા ચોરાવ રીક્ષા લઈને રાજકોટ તરફથી મોરબી આવી રહ્યા છે જેથી પોલીસે રાજપર ચોકડી નજીક વોચ ગોઠવતા વર્ણ મુજબની રીક્ષા નીકળતા અટકાવી તલાશી લેતા બન્ને ઝડપાયા હતા અને રીક્ષા અંગે યોગ્ય ખુલાસો ન કરી શકતા કડક પૂછપરછ હાથ ધરી હતી.

- text

દરમીયાન પોલીસ પૂછપરછમાં પોપટ બની ગયેલા બને શખ્સોએ મોરબી ઉપરાંત રાજકોટ,ચોટીલા,જામનગર અને સુરેન્દ્રનગર સહિતના શહેરોમાંથી કુલ ૧૧ રિક્ષાઓની ચોરી કાર્યની કબૂલાત આપી તમામ રિક્ષાઓ હાજર કરી હતી જો કે બન્ને આરોપીઓએ સાથે મળી ૧૦ રીક્ષા ચોરી હતી અને એક રીક્ષા હિતેશ ઉર્ફે રધા એ એકલાએ ચોરી કર્યાનું ખુલ્યું હતું.

ઉલ્લેખનીય છે કે એક સાથે અગિયાર અગિયાર સીએનજી રીક્ષા ઉઠાવનાર તસ્કર બેલડી રિક્ષાના આખે આખા લોક જ કાઢી નાખી રીક્ષા હંકારી જતા અને જૂની રીક્ષા હોય તો માસ્ટર ચાવીથી રીક્ષા ચાલુ કરી ને અથવા ડાયરેકટ કરી રીક્ષા ચોરીને અંજામ આપતા હતા.

પકડાયેલા બે શખાઓમાં હિતેશ ઉર્ફે રઘો મહેશભાઈ નિમાવત રાજકોટના કુખ્યાત સ્ટોન કિલર હિતેશનો મામાનો દીકરો થતો હોવાનું પણ ખુલવા પામ્યું છે.

રીક્ષા ચોરીનો ભેદ ઉકેલવામાં સીટી એ ડિવિઝન પીઆઇ બી.પી.સોનારા સાથે પીએસઆઇ એમ.વી.પટેલ, સર્વેલન્સ સ્ટાફના રસીકભાઈ ભાણજીભાઈ, મણિલાલ રામજીભાઈ, કિશોરભાઈ મેણંદભાઈ, શક્તિસિંહ લખધીરસિંહ, ભરતભાઇ આપાભાઈ, અજીતસિંહ લક્ષમણસિંહ, જયપાલભાઈ જેસંગભાઈ, રવિરાજસિંહ દાજીરાજસિંહ અને રણજીતસિંહ ઉમેદસિંહ સહીતનો સ્ટાફ સાથે રહ્યો હતો.

- text