મોરબીમાં કિન્નર સહિત બે ને જીવતા સળગાવ્યા : ડબલ મર્ડર

- text


પૈસા ઉઘરાવવા મુદ્દે બે કિન્નરોએ મોરબીના કેનાલ રોડ ઉપર ઝૂંપડામા આગ લગાડી દેતા કિન્નર અને તેના ડ્રાઇવરનું મોત
મોરબી:મોરબીના કેનાલ રોડ પર ઝૂંપડામાં રહેતા કિન્નર અને તેંના ડ્રાઇવરને પૈસા ઉઘરાવવા મુદ્દે રાજકોટ અને મોરબીના કિન્નરોએ ભેગા મળી જીવતા સળગાવી દેતા સનસનાટી મચી ગઇ છે આ ડબલ મર્ડર પ્રકરણમાં એ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી નાખી બે કિન્નરને દબોચી લીધા છે.

ઘટના અંગે જાણવા મળતી સનસનીખેજ વિગતો જોઈએ તો ગતરાત્રીના મોરબીના સનાળા રોડ ઉપર કેનાલ નજીક આવેલ મફતિયાપરામાં ઝૂંપડામાં આગ લાગતા એક અજાણ્યા પુરુષનું મોત નીપજ્યું હોવાનું જ્યારે ઝૂંપડામાં રહેતા કિન્નરનું ગંભીર રીતે દાઝી ઝતા રાજકોટ સારવારમાં મોત નીપજ્યું હોવાનું જાહેર થયું હતું.

જો કે આ ચોકવનારી ઘટનામાં પોલીસે ઝીણવટભરી તોએ શરૂ કરી આજુ આજુ રહેતા લોકોને નિવેદન લેતા ચોકવનારી હકીકત સામે આવી હતી અને ઝૂંપડામાંથી કિન્નર શિલ્પા દેના ડ્રાઇવરનો મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે ઝૂંપડામાં રહેતી રાગીની શિલ્પાદે ઉ.૪૦નું ગંભીર રીતે દાઝી જવાથી રાજકોટ સારવાર દરમિયાન મોત નિપજતા મામલો ડબલ મર્ડરનો બન્યો હતો.

- text

દરમિયાન આ ઘટના મામલે એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચતા ઝુંપડા નજીક એક અલ્ટોકાર પડી હોવાનું અને કારમાં લાતો મારવામાં આવી હોવાના નિશાન જોવા મળ્યા હતા અને રાત્રીના ઝગડો થયાનું આસપાસના રહીશોએ જણાવ્યું હતું.

બીજી તરફ રાજકોટ હોસ્પિટલના બિછાને પડેલ કિન્નર શિલ્પાદેએ સમગ્ર પ્રકરણમાં મોરબીના ખુશ્બૂ દે અને રાજકોટના પાયલ દે નામના કિન્નરોએ આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું ડીડીમાં જણાવ્યું હતું.
જો કે મોરબી પોલીસે આ ડબલ મર્ડર પ્રકરણમાં બે ને દબોચી લીધા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે અને એક બીજા ના વિસ્તારમાં પૈસા ઉઘરાવવા મુદ્દે આ ઘટના ઘટી હોવાનું જાણવા મળ્યું છે.

- text