વાઇબ્રન્ટ સીરામીક એક્સપોના ઉદ્દઘાટન સમારોહમાં બૉલીવુડ સ્ટાર જેકીશ્રોફ હાજરી આપશે

- text


મોરબી સિરામિક એસોસિએશન અને ઓકટાગોન કોમ્યુનિકેશન આયોજિત વાઈબ્રન્ટ સમિટમાં વિશ્વભરના મહેમાનો આવશે

મોરબી:આવતીકાલ તારીખ 16થી ગાંધીનગરના આંગણે વિશ્વના સૌથી મોટા સિરામિક એક્સપોનો બૉલીવુડ સ્ટાર જેકીશ્રોફના હસ્તે દબદબા ભેર પ્રારંભ થશે જેવા દેશ-વિદેશના મહાનુભાવો હાજર રહેશે.

મોરબી સીરામીક એસોસિએશન અને ઓકટાગોન કોમ્યુનિકેશન આયોજિત વાઈબ્રન્ટ સિરામિક એક્સ્પો-૨૦૧૭ નું આવતીકાલે સવારે ૧૧ કલાકે રંગારંગ કાર્યક્રમ સાથે બૉલીવુડ સ્ટાર જેકીશ્રોફના હસ્તે ઉદ્ઘઘાટન કરવામાં આવશે.
ફિનિશ સીરામીક પ્રોડક્ટ માટેના આ વિશ્વના સૌથી મોટો એક્સ્પો ગાંધીનગર ખાતે ચાર દિવસ સુધી ચાલશે જેમાં વિશ્વભરમાંથી સીરામીક ઉદ્યોગ સાથે જોડાયેલા સંગઠનો અને વ્યક્તિગત મુલાકાતીઓ આવશે.

- text

ઉલ્લેખનીય છે કે વાઈબ્રન્ટ સીરામીક એક્સપોને સફળ બનાવવા મોરબી સિરામિક એસોસિએશન અને ઑકટાગોન કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા છ માસ કરતા વધુ સમયથી દેશ-દુનિયાના તમામ દેશોનો પ્રવાસ કરી વ્યક્તિગત આમંત્રણ પહોચાડવામાં આવ્યા હતા જેની ફલશ્રુતિ રૂપે અત્યારથી જ ગાંધીનગર,અમદાવાદ,કડી સહિતના શહેરોની તમામ હોટલો બુક થઈ ગઈ છે અને ગાંધીનગરમાં અનેરો માહોલ જામ્યો છે.

મીરબીના સિરામિક ઉદ્યોગની પ્રોડક્ટ વિશ્વ ફલક ઉપર મુકવા યોજાયેલ આ સમિટ સ્થળે આબેહૂબ મોરબીનો માહોલ પણ ઉભો કરવામાં આવ્યો હોવાનું આયોજકો દ્વારા જણાવાયું છે.

- text