મોરબી જિલ્લામાં રાજકીય પક્ષોનું પ્રચાર યુદ્ધ પુર જોશમાં

- text


મોડીરાત્રી સુધી ધમધમતા કાર્યાલયો:લોકસંપર્ક તેજ

- text

મોરબી:મોરબી જિલ્લાની ત્રણ બેઠકો માટે આગામી ૯ ડિસેમ્બરે યોજાનાર વિધાનસભા ચૂંટણીને લઈ અત્યારથી જ રાજકીય પક્ષોનું પ્રચાર યુદ્ધ જોરશોરથી શરૂ થઈ ચૂક્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યની વિધાનસભા સામાન્ય ચૂંટણીના પ્રથમ તબક્કામાં મોરબી જિલ્લાની ત્રણ બેઠકો માટે મતદાન થનાર હોય મુખ્ય રાજકીય પક્ષ કોંગ્રેસ અને ભાજપ દ્વારા હજુ ઉમેદવારો નક્કી થયા ન હોવા છતાં પ્રચાર યુદ્ધ શરૂ કરી દેવામાં આવ્યું છે અને મોડીરાત્રી સુધી બને પક્ષોના કાર્યલયોમાં જમાવડો જોવા મળી રહ્યો છે.
વધુમાં આગામી ચૂંટણીમાં જન-જન સુધી પહોંચી મત અંકે કરવા ભાજપ દ્વારા મધ્યસ્થ કાર્યાલયથી દરરોજ હજારો લોકોને ફોન કરી ભાજપને જ મત આપવા મતદારોને રિઝવવમાં આવી રહ્યા છે તો કોંગ્રેસ દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોનો રૂબરૂ સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઈ ગડારાએ જણાવ્યું હતું કે સેન્સ લેવાઈ હતી તે તમામ ઉમેદવારોના બાયોડેટા મોકલી  અપાયા છે અને લોકસંપર્ક અભિયાન તેજ કરવામાં આવ્યું છે સાથો સાથ કાર્યકરો સાથે મિટિંગનો દૌર શરૂ કરી બુથ લેવલ સુધીનું નેટવર્ક ગોઠવી હોદેદારો કાર્યકરોને જવાબદારી સોંપી દેવામાં આવી છે.
દરમિયાન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લાલિતભાઈ કાગથરાએ આગામી ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે તમામ મોરચે કામગીરી શરૂ કરી દીધી હોવાનું જણાવી ઉમેદવારોની પસંદગી પુરી થઈ છે  અને હવે આગામી ૧૪મીથી જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.સથો-સાથ કોંગ્રેસ કાર્યલયોમાં અત્યારથી જ ચા,પાણી,નાસ્તાની વ્યવસ્થા સાથે કાર્યકરો મોડી રાત્રી સુધી કામગીરી કરી રહ્યા હોવાનું તેમને ઉમેર્યું હતું.

- text