મોરબીના લાલપર નજીક નકલી વ્યંઢળ ઝડપાયો:અસલી વ્યંઢળોએ મુંડન કરી મેથી પાક ચખાડ્યો

- text


મોરબી:મોરબીના લાલપર નજીક વ્યંઢળના વેશમાં ઠગ દ્વારા નાણાં ઊઘરાવવામાં આવતા હોવાનું માલુમ પડતા અસલી વ્યંઢળોએ નકલીને ઝડપી લઈ જાહેરમાં મેથીપાક ચખાડી મુંડન કરી નાખ્યું હતું.
આ ચર્ચાસ્પદ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ લાલપર નજીક નકલી વ્યંઢળ પૈસા ઉઘરાવતો હોવાનું મોરબીના અસલી વ્યંઢળોને માલુમ પડતા ત્યાં પહોંચી જઇ વ્યંઢળો દ્વારા નકલી વ્યંઢળને ઝડપી લેવાયો હતો અને એક તકે તો અસલી વ્યંઢળોએ વસ્ત્રો ઉંચા કરી પોતે અસલી હોવાનું જણાવી નકલી વ્યંઢળને બરાબરનો માર મારી શાન ઠેકાણે લાવી હતી.
આ ઉપરાંત  અસલી વ્યંઢળોએ નકલી ને મારમાર્યા બાદ જાહેરમાં મુંડન કરી સબક શીખવ્યો હતો.

- text