પ્રસિદ્ધ યાત્રાધામ માટેલનો રોડ બે જ વર્ષમાં ગાયબ

- text


માટેલ નજીક ફેકટરીઓ ધરાવતા ૧૦૦ ઉદ્યોગપતિઓએ લેટરપેડ ઉપર કરી રજુઆત:ખુદ સાંસદ દ્વારા તાકીદે નવો રોડ બનાવવા માંગ ઉઠાવી

- text

મોરબી:પ્રસિદ્ધ યાત્રાધામ માટેલ જવા માટે ઢુંવાથી માટેલ ગામ સુધીનો બે વર્ષ પહેલા બનાવાયેલ રોડ ધૂળ-ઘાણી થઈ જતા આ વિસ્તારમાં ફેક્ટરીઓ ધરાવતા ૧૦૦ થી વધુ ઉદ્યોગપતિઓ દ્વારા આ મામલે પોતાના લેટરપેડ પર સાંસદને રજુઆત કરતા સાંસદ કુંડારીયાએ સંબંધિત સતાધીશોને તાકીદે રસ્તો બનાવવા માંગ કરી છે.
જાણવા મળતી વિગતો મુજબ મોરબી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ માં ખોડીયારના ધામ સુધી જવામાં ભાવિકોને હાલ આંખે અંધારા અને કમ્મર તૂટી જાય એવા માર્ગ પરથી પસાર થવું પડે છે કારણ કે નેશનલ હાઇવે ઢુંવા થઈ માટેલ સુધી જવા માટે હજુ બે વર્ષ પહેલાં જ બનવવા માં આવેલો ડામર રોડ હાલ શોધ્યો જડતો નથી લોકોને ખાડા ટેકરા વાળા રસ્તા પરથી પસાર થવું પડે છે.
બીજી તરફ લોકોની અપાર અસ્થાને કારણે દરરોજ આ માર્ગ પરથી સેંકડો વાહનો પસાર થાય છે એ ઉપરાંત માટેલ આજુબાજુમાં અનેક સીરામીક એકમો આવેલા હોય સ્થાનિક લોકોની પણ મોટા પૌએ અવર જવર રહેવાની સાથે ભારે વાહનો પણ હજારોની સંખ્યામાં પસાર થતા હોય ઉધોગકારો ત્રાહિમામ પોકરી ઉઠ્યા છે.
માટેલના ઉબડ ખાબડ રસ્તા મામલે આ વિસ્તારના ૧૦૦ થી વધુ કારખાનેદારો દ્વારા સાંસદને લેટરપેડ ઉપર રજુઆત કરવામાં આવી છે. દરમિયાન સાંસદ મોહનભાઈ કુંડારીયાએ આ મામલે માર્ગ અને મકાન વિભાગ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી ગુજરાત રાજ્યની રજુઆત કરી ટ્રાફિકથી ધમધમતા રહેતા માટેલના માર્ગ ને પહોળો બનાવી તાકીદે નવો રોડ બનાવવા માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે

- text