મોરબી-રાજકોટ ફોરલેન રોડનું આજે મોદીના હસ્તે ડિજિટલ ભૂમિપૂજન

- text


મોરબી : આજે ચોટીલા ખાતે રાજકોટ-મોરબી હાઇવે ફોરલેન બનાવવાના કામનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રતીકાત્મક ડિજિટલ ભૂમિ પૂજન કરવામાં આવશે.

આજે ચોટીલા નજીક હીરાસર ખાતે રાજકોટના આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું વડાપ્રધાન મોદીના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવનાર છે ત્યારે આ કાર્યક્રમમાં જ અન્ય ચાર સમારોહ યોજવામાં આવનાર છે. જેમાં રાજકોટ-મોરબી હાઈવેની ફોરલેન બનાવવાની કામગીરીનું ભૂમિપૂજન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવશે.
રાજકોટ-મોરબી ફોરલેન રાજ્ય ધોરીમાર્ગની કામગીરી હાલ ગતિમાન છે,મોરબી માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રી દોમડિયાના જણાવ્યા મુજબ હાલમાં જંગલ કટિંગની કામગીરી પૂર્ણતાના આરે છે અને રોડની બંને તરફ નડતર રૂપ વિજપોલ ખસેડવાનું કામ પણ ચાલી રહ્યું છે.
વધુમાં આ કામગીરી માટેનો કોન્ટ્રાકટ એમકેસી નામની કંપનીને અપાઈ ગયો છે અને હવે વડાપ્રધાનશ્રીના હસ્તે ભૂમિપૂજન થયા બાદ જંગલ કટિંગ અને વિજપોલ શિફ્ટટિંગની કામગીરી પૂર્ણ થયે એજન્સી દ્વારા માટીકામનો પ્રારંભ કરવામાં આવનાર હોવાનું તેંમને ઉમેર્યું હતું.
જ્યારે મોરબી- રાજકોટ ફોરલેન હાઇવેનું ભૂમિપૂજન વડાપ્રધાનશ્રીના હસ્તે થઇ રહ્યું હોઇ એ મોરબીવાસીઓ માટે એક ગર્વની લાગણી હોવાનું ધારાસભ્ય અમૃતિયાએ જણાવ્યું હતું.

- text

- text