મોરબીના વિશિપરામાં સામાન્ય બાબતમાં છરી ઉડી

- text


મોરબી:મોરબીના વિશિપરામાં સામાન્ય તકરારમાં છરી-લાકડીઓ ઉડતા પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

- text

જાણવા મળ્યા મુજબ વિસીપરામાં રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રહેતા કાસમ સીદીકભાઈ સુમરાએ મોરબી બી.ડીવીઝનમાં ફરિયાદ નોંધાવી છે કે ગત બપોરના સમયે તેમના મોટાભાઈ મહમદભાઈ સાથે આરોપી રિયાજ જીકરભાઈ ધાંચી રહે વિસીપરા રેલ્વે સ્ટેશન વિસ્તાર વાળો વિના કારણે બોલાચાલી કરતો હોય જેથી કાસમભાઈ તેને સમજાવેલ જેનો ખાર રાખીને કાસમભાઈ તથા મહમદભાઈને ગાળો આપી હથેળીમાં છરી વડે ઈજા કરી હતી તથા આરોપી સરફરાજ ધાંચી અને એજાજ ધાંચીએ લાકડી વડે માર મારી ઈજા પહોચાડતા
આ મામલે મોરબી બી.ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

- text