ખેડૂતોને ૧૦ કલાક વીજળી આપવા ટંકારામાં આવેદનપત્ર અપાયું

- text


ઉજાલા લેમ્પના ખોટા બિલ અંગે પણ તપાસ કરવા માંગણી

ટંકારા: ટંકારાના જાગૃત નગરિકો દ્વારા આજે વિજતંત્ર વિરુદ્ધ મામલતદારને આવેદનપત્ર આપી ઉજાલા બીલ અને ખેડૂતોને ૧૦ કલાક વીજળી આપવાની માંગ કરવામાં આવી હતી.
ટંકારાના સામાજિક કાર્યકર જયેશભાઈ ભટાસણાની આગેવાનીમાં ટંકારના નાગરિકો દ્વારા પીજીવીસીએલ દ્વારા રોકડેથી ઉજાલા બલ્બ ખરીદવા છતાં લાઇટ બીલમાં વધારાના નાણાં સાથે બિલ ફટકારવામાં આવ્યા હોવા મામલે યોગ્ય તપાસ કરવા માંગણી કરવામાં આવી હતી.
આ ઉપરાંત સરકાર દ્વારા ગાંધી જયંતિથી અચાનક જ ખેડૂતોને અપાતી વીજળીમાં કાપ મૂકી ૧૦ કલાકને બદલે ૮ કલાક વીજળી આપતા ખેડૂતોના હિતમાં ફરી ૧૦ કલાક પાવર આપવા માંગ કરી હતી.
આ ઉપરાંત અત્યારે વાડી વિસ્તારમાં જીવ જંતુનો ઉપદ્રવ હોય સવારે ૫ થી રાત્રે ૯ સુધીમા પાવર આપવા માંગણી કરી હતી.
આ રજુઆત કરતા સમયે ગ્રાહક સુરક્ષા ના ટંકારા પ્રમુખ વામજા. તાલુકા પંચાયત સભ્ય વિક્રમસિંહ ભગુભાઈ દુબરીયા સહિત ના હાજર રહ્યા હતા.

- text

વધુમાં રજુઆતમાં પાવરકાપથી તો લોકો તોબા પોકારી ગયા છે અને દિવસની પાળીમાં અનેક વાર લાઈટ જતી હોય ખેડૂતો ફરિયાદ કરે તો ફોન પણ રિસિવ ન થતા હોવાની પણ ફરિયાદ કરી છે જો કે પીજીવીસીએલના અધિકારી સારા છે પણ કર્મચારી…ચા કરત કિટલી ગરમ જેવા હોવાનો આરોપ લગાવ્યો હતો.

- text