મોરબી કોંગી આગેવાન વિરુદ્ધ બેનર લાગતા ખળભળાટ

- text


મોરબી શહેર માં બ્રિજેશ મેરજાને પક્ષ દ્રોહી ગણાવતા બેનર મામલે પોલીસ ફરિયાદની તજવીજ

મોરબી:મોરબી નવા બસસ્ટેન્ડ સામે તથા ગેંડા સર્કલ પાસે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી બ્રિજેશ મેરજાના ફોટા સાથે ગદાર ગણાવતું મસ મોટું હોર્ડિંગ લાગતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ મોરબીમાં રાહુલ ગાંધીના આગમન સમયે નનામી પત્રિકા બાદ હવે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી બ્રિજેશ મેરજા વિરુદ્ધ નામજોગ બેનર લાગતા કોંગ્રેસ અવાચક બની ગઈ છે અને આ મામલે તાબડતોબ પ્રેસ કોંફરન્સ યોજી કોંગ્રેસ વિરોધી તત્વો સામે પગલાં ભરવા પોલીસમાં એફઆરઆઈ કરાવવા તજવીજ હાથ ધરી હતી.
વધુમાં માં પત્રકાર પરિષદમાં મોરબી વિધાનસભા પ્રભારી બેલેન્દ્રભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે વિપક્ષ હવે ગાંડો થયો છે,આવા કૃત્યને કોંગ્રેસ વખોડી કાઢે છે અને ચારિત્ર્ય હનન અને ચારિત્ર્ય ઉતારી પાડવાની ચેષ્ઠા સામે કોંગ્રેસ પોલીસ ફરિયાદ નોંધાવે છે હવે આ કૃત્ય કોણે કર્યું એ શોધવાનું કામ પોલીસનું છે.
દરમિયાન મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ કગથરાએ જણાવ્યું હતું કે,આ ખંડનાત્મક પ્રવૃત્તિ છે.બ્રિજેશભાઈ પક્ષના વફાદાર વ્યક્તિ છે,૨૨ વર્ષથી પક્ષના કપરા સમયમાં પણ કોંગ્રેસ સાથેજ તેઓ રહ્યા છે,અને અમોને સતા નો મોહ નથી ઉમેદવાર ન બનીએ તો પણ પક્ષને જ વફાદાર રહીશું.
આ તકે બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે કોંગ્રેસની મહેનત રંગ લાવતા કોઈના પેટમાં તેલ રેડાયું છે તેથી જ આવી પ્રવૃત્તિ થાય છે

- text