મોરબીમાં નવરાત્રી પૂર્વે જ ખેલૈયાઓ જુમી ઉઠ્યા

- text


મોરબીના તમામ ગરબા ક્લાસના તાલીમર્થો વચ્ચે ગરબાની રમઝટ

મોરબીમાં નવરાત્રી પર્વને લઈને યુવા હૈયાઓના અનેરો થનગનાટ જોવા મળી રહયો છે. યુવાનો એ નવરાત્રીમાં નવે નવ દિવસ રાસ ગરબે ઘુમવા માટે વિવિધ રાસ ની તાલીમ અને વસ્ત્રપરિધાન વિશે તૈયારીઓ કરીને નવરાત્રિને વેલકમ કરવા રીતસર હરખઘેલા બની ગયા છે. ત્યારે નવરાત્રી પૂર્વે મોરબીમાં સંજય વ્યાસ, ભાસ્કર પૈજા, રાજેશ વ્યાસ અને અશ્વિન ખાંભરા દ્વારા આયોજિત વેલકમ નવરાત્રી ગરબા સ્પર્ધાનું ઓસમ સ્કૂલ શનાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં મોરબીના તમામ ગરબાના તાલીમર્થો વચ્ચે ગરબાની સ્પર્ધા યોજાઈ હતી. આ સાથે અનેક ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી નવરાત્રિને વેલકમ કર્યું હતું.

- text

આ વેલકમ નવરાત્રી ઉત્સવમાં અંબાના ભક્તિ ભાવ સાથે પ્રાચીન અને અર્વાચીન ગરબા સાથે ખેલૈયાઓએ રાસોસ્ત્સવની રમઝટ માણી હતી.જેમાં દરેક ગરબા ક્લાસના તાલીમાર્થીઓ ટ્રેડિશનલ વેશભૂસામાં સજ્જ થઈ ને રાસોત્સવની રમઝટ બોલાવી હતી. પ્રાચીન નૃત્યો પર કર્ણ પ્રિય સંગીતના સથવારે ઝૂમી ઊઠ્યા હતા.આ રાસોત્સવના ઉત્કૃષ્ઠ પરફોમન્સ આપનાર ખેલૈયાઓ વચ્ચે સ્પર્ધામાં પ્રિન્સ, પ્રિન્સેસ, બેસ્ટ ડ્રેસ અને બેસ્ટ સ્ટાઇલ વગેરેને પ્રાઈઝ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે તમામ યુવાનોએ રાસોત્સવનો આનંદ માણીને નવરાત્રી ને હર્ષભેર આવકારી હતી.

- text