રોડ-રસ્તા મુદ્દે મોરબીની આરાધના સોસાયટીની મહિલાઓ કાળઝાળ

- text


છેલ્લા એક દસકાથી રોડ ન બનતા પાલિકામાં ખુરશીઓ ઊલાળી હાજરી મશીન ભાંગીને ભુક્કો

મોરબી : અનેક વખત રજુઆત કરવા છતાં મોરબીની આરાધના સોસાયટીમાં રોડ-રસ્તા નહિ બનતા આજે રોષે ભરાયેલ મહિલાઓના ટોળાએ નગરપાલિકામાં ખુરશીઓ ઊલાળી દઈ હાજરી મશીનનો ભુક્કો બોલાવી દીધો હતો.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર જીઆઇડીસી સામે આવેલ આરાધના સોસાયટીમાં અનેક વખત રજુઆત કરવા છતાંય એક દાયકાથી પાક્કો રોડ બનતો નહોય, આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા બે દિવસ પૂર્વે જિલ્લા કલેકટરને ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી.
દરમિયાન આજે આ વિસ્તારની  મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યા માં ફરી નગરપાલિકામાં રોડ રસ્તા મુદ્દે રજુઆત માટે ગયા હતા પરંતુ પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર ન હોવાથી રજુઆતકર્તાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો.
નગરપાલિકામાં રજુઆત માટે ગયેલ સોસાયટીના રહીશોને જવાબ ન આપતા અંતે કાળઝાળ બનેલ મહિલાઓએ ખુરશીઓ ઉલાળી હંગામો મચાવ્યો હતો અને પાલિકાનું હાજરી મશીન પણ તોડી ફોડી નાખ્યું હતું.
જો કે અંતે ટુક સમયમાં રોડ રસ્તા બનાવવાની ખાતરી અપાતા ક્રોધિત મહિલાઓનો ગુસ્સો શાંત પડ્યો હતો.

 

- text