મોરબીમા મહીલા ની પ્રામાણીકતા

- text


 

મોરબી:મોરબીમાં સોશ્યલ મીડિયા થકી દસ્તાવેજ સહિતના કાગળો સાથે ખોવયેલ થેલી મૂળમાલિકને પરત મલી છે અને એક મહિલાએ વોટ્સએપમાં ફરતા થયેલા મેસેજ ને આધારે સીધો જ સંપર્ક સાધી આ થેલી પરત કરી પ્રામાણિકતા દાખવી હતી.

મોરબીમા ગઇકાલે નરેશભાઇ પોપટ (લોહાણા) ના દસ્તાવેજ સહીત ના દસ્તાવેજો ની ફાઇલ ખોવાયેલ હતી. તેઓ એ લોહાણા અગ્રણી નિર્મિત કક્કડ નો સંપર્ક કરતા તેણે સોશ્યલ મીડીયામાં મેસેજ વાઈરલ કરેલ.

- text

દસ્તાવેજો ની ફાઈલ ની થેલી લીલાબેન રમેશભાઇ આડગામા ( કોળી- ઠાકોર) રહે. કંડલા બાયપાસ આનંદ નગર ને મળેલ. તેઓને સોશ્યલ મીડીયા દ્રારા નરેશ ભાઇ ના નંબર વાળો મેસેજ મળેલ. તેઓએ સામે થી નરેશભાઇ નો સંપર્ક કરી થેલી પરત કરેલ છે. લીલા બેનની પ્રામાણીકતા બદલ નરેશભાઇ તથા જલારામ મંદીર ના આગેવાનો એ આભાર વ્યક્ત કયોઁ હતો.

- text