મોરબીમાં જુગારની પઠાણી ઉઘરાણી મામલે નગરસેવક સહિત ચાર ઝડપાયા

- text


પટેલ વેપારી એકાવન લાખ હારી જતા ઉઘરાણી માટે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી

મોરબી:મોરબીના કેનાલ રોડ પર રહેતા પટેલ વેપારી જુગાર રમતા 51 લાખ 50 હજારની રકમ હારી ગયા બાદ આ રકમની ઉઘરાણી બાબતે ચાર શખ્સો દ્વારા ફોનમાં ટાંટિયા ભાંગી નાખવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી મામલે એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધયા બાદ આજે પોલીસે નગરસેવક સહિતના ચાર શખ્સોને ઝડપી લેતા સનસનાટી મચી ગઇ છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના કેનાલ રોડ ઉપર આલાપ સોસાયટીમાં રહેતા આશિષ કાનજીભાઈ ધમસાણીયાએ એ ડિવિઝન પોલીસમાં ચોંકાવનારી ફરિયાદ લખાવી છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત.તારીખ 4 જૂન થી તા.5 સપ્ટેમ્બર સુધીમાં પોતે જુગારમાં 51 લાખ 50 હજાર જેવી રકમ હારી જતા કિશોર સંતોકી,રાજુ પટેલ ઇંદ્રિશભાઈ અને મારાજ નામના ચાર વ્યક્તિ દ્વારા પોતાના પર પૈસા આપવા દબાણ લાવી ટાંટિયા ભાંગી નાખી જીવથી હાથ ધોઈ બેસવા અંગે ટેલીફોનમાં ધમકી આપવામાં આવી રહી હોવાની ફરિયાદ નોંધાવી હતી.

- text

વધુમાં ફરિયાદી આશિષભાઈ પોતાના ઘરે જ ઉપરોક્ત ચારેય આરોપીઓ સાથે જુગાર રમતા હોય અને એક આરોપી પોતાની પાસે 50 લાખ અને બીજો આરોપી પોતાની પાસે દોઢલાખ માંગતો હોય પઠાણી ઉઘરાણી કરતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ મામલે આજે એ ડીવીજન પીઆઇ સોનારા સહિતના પોલીસ સ્ટાફે બાતમીને આધારે હાસમ ઉર્ફે રાજુ કારીમભાઈ મોવર ઉ.૩૦,હાસમ ઉર્ફે મહારાજ સુલેમાન લંઘા ઉ.૩૬,નગરસેવક ઇદ્રિશભાઈ જેડા ઉ.૫૨ રે.વાવડીરોડ મિલન પાર્ક અને સંજય ઉર્ફે ડેમ ઉર્ફે મુનો દિનેશભાઇ જંજુવાડિયા ઉ.૨૪ રે .જોધપર નદીને જુના બસ સ્ટેન્ડ પાસે થી ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text