મોરબીમાં વાજતે ગાજતે ગણેશ વિસર્જન : સિદ્ધિ વિનાયક કા રાજાની પાંચ સ્થળે મહાઆરતી કરાઈ

- text


પાંચ સ્થળે મહાઆરતી અને ૫૧ ઢોલના તાલે ગરબા રમી ભક્તોએ આપી બાપાને વિદાય

મોરબી : મોરબીમાં આજે ગણેશ મહોત્સવના અંતિમ દિવસે જ્યાં જ્યાં ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી ત્યાં વાજતે ગાજતે ગણેશજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ભક્તોએ દસ દિવસની આરથના અને પૂજા અર્ચના બાદ આજે એબ કે બરસ તું જલ્દી આનાના નારા સાથે ભાવભેર બાપાને વિદાય આપી હતી. જયારે સિદ્ધિ વિનાયક ગણેશોત્સવ સમિતિ દ્વારા આજે સિદ્ધિવિનાયક કા રાજાને આજે અનોખા અંદાજમાં વિદાય આપવામાં આવશે,પાચ-પાચ સ્થળે મહાઆરતી અને સીતારામ ચોકમાં જામનગરના પ્રખ્યાત ૫૧ ઢોલના તાલે ભવ્ય રાસોત્સવ બાદ રાત્રે નવ વાગ્યા બાદ બાપાને વિદાયમાંન આપવામાં આવશે.
સિદ્ધિવિનાયક કા રાજા ગણેશોત્સવ સમિતિના અરવિંદ બારૈયાના જણાવ્યા મુજબ બપોરે ત્રણ વાગ્યે રામોજી ફાર્મ ખાતે બાપાની વિદાયયાત્રા શરૂ કરાઈ હતી અને ૪ વાગ્યે ઓમ પાર્ટી પ્લોટ ખાતે પહોંચી ત્યાં પાટીદાર સમાજ દ્વારા વિઘ્નહર્તાની મહાઆરતી કરવામાં આવ્યા બાદ વિદાયયાત્રા ચોકડી પહોંચશે જ્યાં પાંચ વાગ્યા આસપાસ બાપાની મહાઆરતી કરવામાં આવી હતી .અવની ચોકડીથી વાજતે ગાજતે આ વિદાયયાત્રા ઉમિયા સર્કલ પહોચિ હતી અને ત્યાં પણ સિદ્ધિવિનાયક કા રાજાની મહાઆરતી કરવામાં આવ્યા બાદ મોરબી જીઆઇડીસી નજીક વિશાળ માનવમહેરામણ સમી વિદાય યાત્રામાં બાપાની ચોથી મહાઆરતી ઉતારવામાં આવી હતી બાદમાં આ વિદાય યાત્રા સીતારામ ચોકમાં પહોંચી હતી જ્યાં જામનગરના પ્રખ્યાત મુના અસલમના ૫૧ ઢોલના તાલે સતત બે કલાક સુધી રસ ગરબાની રમઝટ બોલાવી અને છેલ્લી મહાઆરતી કરવામાં આવશે જેમાં સમગ્ર મીરબી શહેરના ગણેશોત્સવના આયોજકો અને તમામ સમાજના આગ્રણીઓ હાજર રહેશે.
અંતમાં અરવિંદ બારૈયાએ જણાવ્યું હતું કે લગભગ રાત્રીના ૯ વાગ્યાના અરસામાં વિઘ્નહર્તા દેવને અગલે બરસ આપ જલ્દી આવોના નારા સાથે ઉંદરડી માતાના મંદિર નજીક ૧૭ ફૂટની સિદ્ધિ વિનાયક કા રાજાની પ્રતિમાને ક્રેઇન મારફત પાણીમાં વિસર્જિત કરવામાં આવશે
ગણેશ વિસર્જનયાત્રામાં સમિતિના ૩૦૦૦થી વધુ સભ્યો અને મોટા પ્રમાણમાં શહેરીજનો સાફા અને ટ્રેડિશનલ ડ્રેસ પહેરી બાઇક અને કાર સાથે ઉમટ્યા હતા. આ ઉપરાંત મોરબીમાં ઠેર ઠેર ગણપતિ વિસર્જન યાત્રા કાઢી લોકોએ બાપાને વિદાય આપી હતી.

- text