રાજકીય હોર્ડિંગ્સમાં સીરામીક એસોસિએશનના નામનો ઉપયોગ કરવા બદલ એસો. અને કોંગી આગેવાન આમને સામને

- text


મોરબી : મોરબીના કોંગ્રેસ અગ્રણી કિશોરભાઈ ચીખલીયાએ પોતાના હોર્ડિગ્સ બોર્ડમાં સૌજન્ય સીરામીક એસોસિએશન લખતા વિવાદ સર્જાયો છે અને સીરામીક એસો.ને પૂર્વ મંજૂરી વગર એસોસિએશનનું નામ કેમ લખ્યું તેવા સાવલ ઉઠાવતા કિશોર ચીખલીયાએ હોર્ડિંગ્સ માં મોરબી સિરામિક એસોસિએશન લખ્યુ જ ન હોવાનું જણાવી પોતાના અલાયદા સીરામીક એસોસિએશનનું નામ લખ્યું હોવાનું જણાવ્યું છે. આ મુદ્દે આગામી સમયમાં વધુ વિવાદ થાય તેવી શક્યતા છે.

મોરબી સીરામીક એસોસિએશનની કારોબારી સમિતિ દ્વારા ગઈકાલે એસોશિએશનના નામનો મંજૂરી વગર ઉપયોગ કરી કોંગી અગ્રણી દ્વારા પોતાના હોર્ડિંગ્સમાં સૌજન્યમાં નામ લખવા મુદ્દે ખુલાસો કરતી પ્રેસનોટ જારી કરવામાં આવી છે જેમાં જણાવાયું છે તાજેતરમાં મોરબી ખાતે એક કોંગ્રેસના રાજકીય આગેવાન દ્વારા તેમના હોર્ડિંગ્સમાં શુભેચ્છક તરીકે સીરામીક એસોસિએશનનું નામ મોરબી સિરામિક એસોસિએશનની જાણ વગર લખેલ અને આ નામ હોર્ડિંગમાંથી હટાવવા બાબતે એસોસિએશનની ટીમ અને કારોબારીના સભ્યો દ્વારા કહેવામાં આવેલ અને ત્યારબાદ વોટસએપથી પણ લેખીતમા જાણ કરવામાં આવેલ તેમ છતાં તેમને કહેલ કે આ નામ નહિ નીકળે તેવી વાત કરીને મોરબી સિરામિક એસોસિએશનની ગરિમામાં હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે ત્યારે મોરબી સિરામિક એસોસિએશન આ પ્રવૃત્તિને સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે અને તાત્કાલિક નામ હટાવવા અપીલ કરવામાં આવે છે. આજે મોરબી સિરામિક એસોસિએશન ની પોતાની વિશ્વ માં એક આગવી ઓળખ છે અને કોઈ પણ પક્ષ સાથે મોરબી સીરામીક એસોસિએશનને કોઈ પણ જાતનો વિરોધ નથી , કોઈ પણ સંસ્થા , રાજકીય પક્ષ ,સરકારી તંત્ર કે વ્યક્તિગત નામી કે અનામી લોકોએ મોરબી સિરામિક એસોસિએશનની લેખિત મંજૂરી વગર ક્યાંય પણ મોરબી સિરામિક એસોસિએશનના નામ કે લોગા નો ઉપયોગ કરવો નહિ અને જો તેમ છતાં કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા આવી ભૂલ કરશે તો મોરબી સિરામિક એસોસિએશન તેમના ઉપર માનહાની અને વળતર નો દાવો માંડશે અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેવા માટે મોરબી સિરામિક એસોસિએશનની એક્સયુટીવ કમીટી અને કારોબારીના સભ્યોની યાદી માં જણાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અને કોંગી આગેવાને પોતાના કોંગ્રેસના હોર્ડિગમા સૌજન્ય તરીકે સીરામીક એસોસિયેશન લખ્યા બાદ આ વિવાદ સર્જાયો છે.

- text

ત્યારે આ મુદ્દે કોંગ્રેસ અગ્રણી અને જિલ્લા પંચાયત મોરબીના કારોબારી સમિતિના અધ્યક્ષ કિશોરભાઈએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે મારા હોર્ડિંગ્સ માં મેં ક્યાંય મોરબી સીરામીક એસોસિએશન લખેલું જ નથી. હું પણ સીરામીક ફેકટરી ધરાવું છું અને અમારા ગ્રુપના પાંચ-સાત લોકોનું અમારું એસોસિએશન છે અને મારી જાહેરાતમાં હું અમારા એસોસિએશનનું નામ લખું તો મારે કોઈની મંજૂરી લેવાની જરૂર નથી. જે વિવાદની વાતો કરે છે તેઓના એસોસિએશન સાથે અમારે કઈ લેવા દેવા નથી. ત્યારે આ મુદ્દે આગમી સમયમાં આ વિવાદ વધુ વકરે તેવું જણાઈ રહ્યું છે.

 

- text