મોરબીના નગરજનોને દુનિયાના સોંથી ઉંચ્ચા યુદ્ધક્ષેત્ર સીઆચેનથી રૂબરૂ કરાવતો કાર્યક્રમ યોજાયો

- text


યંગ ઇન્ડિયા ગ્રુપ આયોજિત કાર્યક્રમમાં સીઆચેનના અનુભવો વર્ણવતા સફારી મેગેઝીનના સંપાદક

મોરબી : મોરબીના નાગરિકો તથા યુવા પેઢીમાં દેશનું રક્ષણ કરતા વીર જવાનોની ફરજ અને કાર્ય પધ્ધતિ અંગે જાગૃતિ આવે તે હેતુ થી હંમેશા દેશભક્તિ અને દેશ સેવાના કાર્ય માં સમર્પિત મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દવારા ” આ છે સિયાચેન ” નામનો કાર્યક્રમ મોરબીના આંગણે યોજવામાં આવ્યો હતો.
જેમાં વિખ્યાત જ્ઞાનવર્ધક મેગેઝીન “સફારી” ના સંપાદક હર્ષલ પુષ્કર્ણા દ્વારા દુનિયાના સોંથી ઉંચ્ચા યુદ્ધક્ષેત્ર સિયાચેનની મુલાકાતના અનુભવ વિશે દ્રશ્ય – શ્રાવ્ય ( ઓડીઓ – વિડિઓ ) દ્વારા સિયાચેનમાં આપણા લશ્કરી જવાનો શી કામગીરી બજાવે છે? વિષમ વાતાવરણ સામે કઈ રીતે ઝઝુમે છે? અને કેવા પ્રકારની શારીરિક અને માનસિક તકલીફો નો સામનો કરીને આપણા સૌનું રક્ષણ કરે છે. તે અંગે વિસ્તુત અને જ્ઞાનસભર માહિતી આપી મોરબીના યુવાનો અને જનતાને સુંદર રીતે માહિતીગાર કર્યા હતા.
અમદાવાદથી લઈને સૌરાષ્ટ્રના વિવિધ શહેરોમાં ૨૦ જેટલા સીઆચેન જનજાગૃતિ અભિયાન બાદ મોરબી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પુસ્તકના લેખક હર્ષલ પુષ્કર્ણા પોતાના અનુભવો વર્ણવ્યા હતા. જેમાં આઝાદી બાદથી કાશ્મીર મુદે થઈ રહેલા સંઘર્ષથી લઈને સીઆચેન વિવાદ શા માટે ઉદ્ભવ્યો તેનું સુંદર વર્ણન કરવામાં આવ્યું હતું તો એવરેજ ૧૯૦૦૦ ફૂટની ઉંચાઈ પર જ્યાં કુદરત પણ દુશ્મન બને છે અને કુદરતની ક્રુરતાથી સતત ઝઝૂમવું પડે તેવી પરિસ્થિતિથી આમ નાગરિકોને વાકેફ કરવામાં આવ્યા હતા. સીઆચેનની ઉંચી પહાડી પર પ્રથમ શહીદ એવા ગુજરાતી મેજરને સ્ટેન્ડિંગ ઓવેશન આપવા ઉપરાંત આ ક્ષેત્રમાં ફરજ બજાવી ચુકેલા આર્મી જવાન પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં મોરબી સિરામિક એસોશિએશનના પ્રમુખ કે.જી.કુંડારિયા, નીલેશભાઈ જેતપરિયા, વિજય પટેલ, ડો.સતીશ પટેલ, દેવકરણભાઈ આદ્રોજા સહિતના આગેવાનો તેમજ વિવિધ શાળાના ટ્રસ્ટીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. સફારીના સંપાદક અને આ છે સીઆચેનના લેખક હર્ષલ પુષ્કર્ણાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. મોરબીની જ્ઞાનસેવી લોકોએ બહોળી સઁખ્યામાં હાજર રહી યંગ ઇન્ડિયા ગ્રુપ ના કાર્યને બિરદાવી હતી.

- text