મોરબીમાં ખાનગી શાળાને પાછળ રાખી દેનાર બે ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોનું સન્માન

- text


વિદ્યોતેજક મંડળ મોરબી દ્વારા દોશી એમ.એસ અને ડાભી એન.આર હાઈસ્કૂલના આચાર્ય-શિક્ષકોનું અદકેરું સન્માન

મોરબી : મોરબીમાં ખાનગી સ્કૂલોની ભરમાર વચ્ચે વિદ્યોતેજક મંડળ સંચાલિત દોશી એમ.એસ અને ડાભી એન.આર હાઈસ્કૂલ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ધોરણ દશ અને બારમાં સતત ઊંચું પરિણામ લાવવામાં આવતા આજે વિદ્યોતેજક મંડળ દ્વારા બન્ને શાળાના આચાર્ય અને 14 શિક્ષકોનું મહાનુભાવોની ઉપસ્થિતિમાં અદકેરું સન્માન કરવામાં આવ્યું હતું.
મોરબીના બાયપાસ પર પંચાસર ચોકડી નજીક મહાવીરનગરમઆ આવેલ ગ્રાન્ટેડ દોશી અને ડાભી હાઈસ્કૂલના આચાર્ય અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ખંત પૂર્વક ભણાવી અનોખો શિક્ષણિક માહોલ પૂરો પાડવામાં આવી રહ્યો હોવાથી છેલ્લા ત્રણ વર્ષથી ઉતરોતર શાલનું બોર્ડનું પરિણામ ઉત્કૃષ્ઠ આવી રહ્યું છે.સરકારી ગ્રાન્ટેડ શાળા હોવા છતાં બંને હાઈસ્કૂલના ધોરણ ૧૦ અને ૧૨ના પરિણામોએ ખાનગી સ્કૂલોને પાછળ રાખી દેતા વિધોતેજક મંડળ મોરબી દ્વારા આચાર્ય અનિલભાઈ મહેતા અને ૧૪ શિક્ષકોની કદર રૂપે સન્માન સમારોહ યોજી શિક્ષકોની મહેનતને બીરદાવવામાં આવી હતી.
વિદ્યોતેજક મંડળ આયોજિત આ કાર્યક્રમમાં સાંસદ મોહનભાઇ કુંડારીયા,ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા,શિક્ષણબોર્ડના પ્રિયવદનભાઈ કોરાટ, સંસ્થાના હસમુખભાઈ દોશી,ડો.લખમણભાઈ કણઝારીયા અને પ્રમુખ ગોકળદાસભાઈ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષકોનું બહુમાન કર્યું હતું.

- text