મોરબી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાશે

- text


જિલ્લા કલેકટર,જિલ્લા પંચાયત અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આયોજન

મોરબી : મોરબી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો તરીકે પસંદ થયેલા શિક્ષકોનું આજે જિલ્લા કલેકટર,જિલ્લા પંચાયત અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબી દ્વારા વી.સી.હાઈસ્કૂલ ખાતે સન્માન કરવા કાર્યક્રમ ઘડી કઢાયો છે.
પ્રાપ્ત વિગતો મુજબ જિલ્લા કલેકટર,જિલ્લા પંચાયત અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબી દ્વારા શિક્ષક દિનના રોજ બપોરે 3 વાગ્યે અત્રેની વી.સી.ટેક્નિકલ હાઈસ્કૂલના મધ્યસ્થ હોલ ખાતે શ્રેષ્ઠ શિક્ષક ૨૦૧૭ માટે પસંદ થયેલ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોનું સન્માન કરવામાં આવશે.
આ કાર્યક્રમનું ઉદઘાટન જિલ્લા પંચાયત પ્રમુખ સોનલબેન જકાસણીયા ના હસ્તે કરાશે,આ પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયા,વિનોદ ચાવડા,ધરાસભ્ય કાન્તિલાલ અમૃતિયા,બાવનજીભાઈ મેતલિયા,મહમદ જાવીદ પીરજાદા અને શિક્ષણ સમિતિના ચેરમેન ગુલામ પરાસરા ખાસ ઉપસ્થિત રહેશે અને શિક્ષણ ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન આપનાર શિક્ષકોને સન્માનિત કરશે.

- text

- text